નરેન્દ્ર મોદીએ આ સંદેશ સાથે અલગ-અલગ તસવીરો શૅર કરી હતી જેમાં હિમાચ્છાદિત વિસ્તારોમાં પણ ખડેપગે રહેતા જવાનોની તસવીર સૌથી વધુ ધ્યાનાકર્ષક હતી.
નરેન્દ્ર મોદીએ આર્મીના આ જવાનોનેે બિરદાવ્યા આર્મી ડે પર
આર્મી ડે નિમિત્તે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાને બિરદાવતી એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે ‘આજે સેનાદિવસ પર હું ભારતીય સેનાના અતૂટ સાહસને સલામ કરું છું, જે આપણા દેશની સુરક્ષાપ્રહરીના રૂપમાં ખડેપગે તહેનાત રહે છે. કરોડો ભારતીયોની સુરક્ષા માટે બલિદાન કરનારા બહાદુરોને પણ યાદ કરું છું.’ નરેન્દ્ર મોદીએ આ સંદેશ સાથે અલગ-અલગ તસવીરો શૅર કરી હતી જેમાં હિમાચ્છાદિત વિસ્તારોમાં પણ ખડેપગે રહેતા જવાનોની તસવીર સૌથી વધુ ધ્યાનાકર્ષક હતી.