વડા પ્રધાને કોચી વૉટર મેટ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
તિરુવનંતપુરમમાં ગઈ કાલે કેરલાની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તસવીર પી.ટી.આઇ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તિરુવનંતપુરમમાં કેરલાની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી હતી. વડા પ્રધાને કોચી વૉટર મેટ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ વૉટર મેટ્રો પ્રોજેક્ટ વાસ્તવમાં ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટ્સ દ્વારા ૧૦ આઇલૅન્ડ્સને કનેક્ટ કરે છે.
વંદે ભારત ટ્રેન તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયામ, એર્નાકુલમ, થ્રિસૂર, પલક્કડ, પથનમથિટ્ટા, મલાપ્પુરમ, કોઝિકોડ, કન્નૂર અને કસારાગોડ જેવા ૧૧ જિલ્લાને કવર કરશે.
ADVERTISEMENT
આ ટ્રેનને વાસ્તવમાં શાસક લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ સરકારના મહાત્ત્વાકાંક્ષી સેમી હાઈ સ્પીડ રેલ કૉરિડોર-સિલ્વરલાઇનની ઑપ્શન ગણવામાં આવી રહી છે. વડા પ્રધાને કોચી વૉટર મેટ્રો સહિત કેરલામાં અન્ય કેટલાક પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
તિરુવનંતપુરમમાં એક રૅલીને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર કેન્દ્ર અને રાજ્ય સરકારોની વચ્ચે સહકાર પર ભાર મૂકે છે. જો કેરલાનો વિકાસ થશે તો ભારતનો ઝડપથી વિકાસ થશે.’