જમ્મુ-કાશ્મીરમાં નરેન્દ્ર મોદીએ લોકોને પૂછ્યું...
ગઈ કાલે શ્રીનગરની જાહેર સભામાં નરેન્દ્ર મોદી
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચૂંટણીપ્રચાર માટે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કૉન્ગ્રેસ અને નૅશનલ કૉન્ફરન્સ (NC) પર જોરદાર વરસી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે કૉન્ગ્રેસ અને NCનું ગઠબંધન સત્તા પર આવશે તો આર્ટિકલ 370 પાછો લાવવામાં આવશે એવી જાહેરાત કરી હોવાથી પાકિસ્તાન ખુશ થયું હોવાનું લાગે છે. ત્યાર બાદ તેમણે લોકોને જમ્મુ-કાશ્મીરના ભવિષ્ય માટે સમજી-વિચારીને મત આપવા કહ્યું હતું.
કૉન્ગ્રેસ, નૅશનલ કૉન્ગ્રેસ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)એ વર્ષો સુધી અહીંના લોકોના ઘા પર મીઠું લગાડવાનું જ કામ કર્યું હોવાથી હવે તેમના સૂર્યાસ્તનો સમય આવી ગયો હોવાનું પણ વડા પ્રધાને કહ્યું હતું. કૉન્ગ્રેસ પર આરોપ કરતાં તેમણે કહ્યું હતું કે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવું એ નક્સલવાદી માનસિકતાવાળા કૉન્ગ્રેસના નેતાઓનું કાવતરું છે. ત્યાર બાદ તેમણે સભામાં હાજર લોકોને પૂછ્યું હતું કે શું આ લોકોને એની સજા ન મળવી જોઈએ? ગઈ કાલે જમ્મુમાં જાહેર સભાની સાથે તેમણે રોડ-શો પણ કર્યો હતો.