વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 31 મેના રોજ રાજસ્થાનના (Rajasthan) અજમેરમાં જનસભાનું સંબોધન કરશે. તેઓ પોતાની સરકારના નવ વર્ષ પૂરા થવાના અવસરે જનસભાને સંબોધિત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 31 મેના રોજ રાજસ્થાનના (Rajasthan) અજમેરમાં જનસભાનું સંબોધન કરશે. તેઓ પોતાની સરકારના નવ વર્ષ પૂરા થવાના અવસરે જનસભાને સંબોધિત કરશે. પાર્ટી કાર્યકર્તાઓએ કહ્યું કે બીજેપીએ પીએમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજસ્થાન ભાજપ અધ્યક્ષ સીપી જોશીએ જયપુરમાં મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી. પાર્ટી નેતાઓનું કહેવું છે કે પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું આવવું નક્કી હતું. જો કે હવે પીએમ નરેન્દ્ર મોદીના પ્રવાસની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
PM મોદી ગણાવશે પોતાના કાર્યકાળની ઉપલબ્ધિઓ
પહેલા અહીં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના આગમનનો કાર્યક્રમ હતો, પણ હવે પીએમ મોદીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. પહેલા એવી ચર્ચા હતી કે પીએમ સીકરમાં સભા કરી શકે છે. સોમવારે મોડી રાતે પ્રદેશ ભાજપ તરફથી અજમેર (Ajmer) ભાજપના નેતાઓને પીએમ મોદીના સંભવિત કાર્યક્રમની તૈયારીના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. બીજેપી હેડ ઑફિસ પર આયોજિત પ્રેસ કૉન્ફ્રેન્સમાં નેતા પ્રતિપક્ષ રાજેન્દ્ર રાઠોડે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અજમેરમાં સભા હશે. અજમેરમાં જયપુર રોડ પર કાયડ સભા સ્થળે આ સભા હશે. નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધિઓ માટે આ સભા હશે. આ સભામાં પીએમ મોદી પોતાના કાર્યકાળ દરમિયાનની ઉપલબ્ધિઓ ગણાવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયામાં PM મોદીના પારંપરિક સ્વાગતની ચર્ચા,જાણો શું છે `સ્મોકિંગ સેરેમની`?
કર્ણાટક ચૂંટણી બાદ રાજસ્થાન પર ફોકસ
રાજસ્થાનમાં 2023ના અંતમાં ચૂંટણી થવાની છે. બીજેપીનું ફોકસ ચૂંટણી પર છે. કર્ણાટક ચૂંટણી હારી ગયા બાદ બીજેપી રાજસ્થાનમાં ચૂંટણી જીતવા માગશે. આ જ કારણ છે કે પીએણ મોદીની રાજસ્થાનમાં સતત સભાઓ થઈ રહી છે. ભાજપે મોટા પાયે એ નક્કી કરી લીધું છે કે આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પીએમ મોદીના ચહેરા અને તેમના કામ પર જ લડડવામાં આવશે. એવામાં મોદીની સભાઓ સતત કરવામાં આવી રહી છે. દૌસા, આબૂરોડ, જયપુર, રાજસમંદ સહિત અનેક સ્થળે પીએમની સભાઓ થઈ ચૂકી છે. હવે અજમેરમાં સભા થશે.