Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > PM મોદીને અમેરિકામાં સ્ટેટ ડિનરનું નોતરું કેમ? વ્હાઈટ હાઉસે આપ્યો આ જવાબ

PM મોદીને અમેરિકામાં સ્ટેટ ડિનરનું નોતરું કેમ? વ્હાઈટ હાઉસે આપ્યો આ જવાબ

Published : 06 June, 2023 09:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) જૂન મહિનાના અંતે અમેરિકાના (America) પ્રવાસ પર હશે. તેમના આ પ્રવાસને અનેક રીતે મહત્વનું માનવામાં આવે છે. આવા સમયમાં જ્યારે પીએમ મોદીને સતત આંતરરાષ્ટ્રીય મંચ પર વાહ-વાહી મળી રહી છે.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) જૂન મહિનાના અંતે અમેરિકાના (America) પ્રવાસ પર હશે. તેમના આ પ્રવાસને અનેક રીતે મહત્વનું માનવામાં આવે છે. આવા સમયમાં જ્યારે પીએમ મોદીને સતત આંતરરાષ્ટ્રીય મંચ પર વાહ-વાહી મળી રહી છે. અમેરિકામાં એક પ્રેસ કૉન્ફ્રેન્સમાં વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જૉન કિર્બી સાથે જ્યારે એ પૂછવામાં આવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) સ્ટેટ ડિનર પર અમેરિકા આવવાનું નોતરું કેમ આપવામાં આવ્યું છે? તો બધા દંગ રહી ગયા.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) સ્ટેટ ડિનર પર અમેરિકા (America) આવવાનું નોતરું આપવા માટે એક પત્રકારના પ્રશ્ન પર વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જૉન કિર્બીએ કહ્યું કે ભારત અલગ-અલગ સ્તરે અમેરિકાના મજબૂત સહયોગી છે. તમે જોયું હશે કે શંગરી લા ડાયલૉગમાં રક્ષા મંત્રી લૉયડ ઑસ્ટિને રક્ષા સહયોગ વિશે જણાવ્યું અને અમે ભારત સાથે તેને આગળ વધારવાની દિશામાં વધી રહ્યા છીએ. બન્ને દેશો વચ્ચે ઘણો આર્થિક વેપાર પણ થઈ રહ્યો છે. ભારત પેસિફિક ક્વૉડનો સભ્ય છે અને ભારત ઈન્ડો-પેસિફિક સુરક્ષા મામલે પણ એક મહત્વનો સહયોગી દેશ છે.



કિર્બીએ કહ્યું કે હું હજી પણ ઘણી વાતો જણાવી શકું છું. અનેક અગણિત કારણ છે કે ભારતને આટલું મહત્વ કેમ આપવામાં આવે છે? ફક્ત દ્વિપક્ષીય સંબંધ જ નહીં પણ બહુપક્ષીય સ્તર પર પણ મહત્વ ધરાવે છે. આની સાથે જ રાષ્ટ્રપતિ બાઈડન (Joe Biden) આ તમામ મુદ્દે વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi) સાથે હજી ઊંડાણપૂર્વક વાત કરવાની દિશામાં જોઈ રહ્યા છે.


આ પૂછવા પર કે શું તમારું પ્રશાસન ભારતમાં લોકતંત્રની સ્થિતિને લઈને ચિંતિત છે? આ પ્રશ્ન પર કિર્બીએ કહ્યું કે ભારત એક જીવંત લોકતંત્ર છે અને કોઈપણ નવી દિલ્હી (New Delhi) જઈને તેની તપાસ કરી શખે છે. અમે ક્યારેય અમારો મત વ્યક્ત કરવાથી પાછળ ખસતા નથી. અમે અમારા મિત્રો સાથે અમારી ચિંતાઓને વ્યક્ત કરતા પણ શરમાતા નથી. મોદીનો આ પ્રવાસ બન્ને દેશો વચ્ચે સંબંધો ગાઢ કરવા, ભાગીદારી મક્કમ કરવા અને મિત્રતા આગળ વધારવા પર કેન્દ્રિત થશે.

શું હોય છે સ્ટેટ ડિનર?
સ્ટેટ ડિનર અમેરિકાનું ઑફિશિયલ ભોજન છે, જેને અમેરિકન (America) રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ ડેલી કોઈ અન્ય દેશના રાષ્ટ્રપ્રમુખો અથવા વડાપ્રધાનોને સન્માન તરીકે આપે છે. પણ આનું રાજનૈતિક રીતે પણ ખાસ મહત્વ છે.


અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનનું (Biden) આ ત્રીજું સ્ટેટ ડિનર હશે. તે આ પહેલા ફ્રાન્સના (France) રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોંને ડિસેમ્બર 2022માં સ્ટેટ ડિનર આપી ચૂક્યા છે. સ્ટેટ ડિનર અમેરિકાનું ઑફિશિયલ ડિનર છે. આ વ્હાઈટ હાઉસમાં આયોજિત કરવામાં આવે છે. આમાં અમેરિકાના રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી કોઈ બીજા દેશના હેડ ઑફ ગવર્ન્મેન્ટ માટે ડિનર હોસ્ટ કરે છે.

જણાવવાનું કે તાજેતરમાં જ અમેરિકન ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક મૉર્ગન સ્ટેનલીએ બદલાતા ભારતનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને (Narendra Modi) આપ્યો હતો. મૉર્ગન સ્ટેનલીએ પોતાના એક રિપૉર્ટમાં દાવો કર્યો છે કે પીએમ નરેન્દ્ર મોદીની લીડરશિપમાં ભારત બદલાઈ ગયું છે. આ બદલાવાનો અર્થ છે કે હવે એશિયા અને વિશ્વમાં ભારતની પૂછ વધવા માંડી છે અને આગામી સમયમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનો રોલ ખૂબ જ મહત્વપૂર્ણ થવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો : કેમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતાએ કહ્યું - થઈ શકે છે ડિવૉર્સ? 

મૉર્ગન સ્ટેનલીનું કહેવું છે કે એક દાયકાથી ઓછા સમયમાં ભારતમાં આવેલા આ ફેરફારે હવે ભારતને 2013થી એકદમ જૂદું બનાવી દીધું છે. આ દરમિયાન ગ્લોબલ ઈકૉનોમીમાં ભારતે મજબૂત પૉઝિશન બનાવી છે.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2023 09:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK