દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 21 જૂનથી ત્રણ દિવસ અમેરિકાના પ્રવાસ પર જવાના છે. આ ત્રણ દિવસ PM અમેરિકા (PM Modi’s US Tour)માં શું કરશે તેનું આખું શિડ્યુઅલ જાહેર થઈ ગયું છે
ફાઇલ તસવીર
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 21 જૂનથી ત્રણ દિવસ અમેરિકાના પ્રવાસ પર જવાના છે. આ ત્રણ દિવસ PM અમેરિકા (PM Modi’s US Tour)માં શું કરશે તેનું આખું શિડ્યુઅલ જાહેર થઈ ગયું છે. અમેરિકામાં ત્રણ દિવસના પ્રવાસ બાદ પમ મોદી એક દિવસ માટે ઈજિપ્તની પણ મુલાકાત લેશે. અમેરિકા અને ઈજિપ્તમાં મોદીનું ડિપ્લોમેટિક વલણ કેવું છે, તેના પર સૌની નજર છે. ઉપરાંત અમેરિકન ભારતીય પીએમ મોદીની એક ઝલક લેવા પણ ખૂબ આતૂર છે.
આજે રવાના થશે પીએમ મોદી
ADVERTISEMENT
પીએમ મોદી આજે ભારતીય સમય મુજબ દિલ્હીથી સાંજે અમેરિકાના ન્યૂયોર્ક જવા માટે રવાના થશે. 21 જૂને સવારે ન્યૂયોર્કના એન્ડ્ર્યુ એરબેઝ પર ભારતીય વાયુસેનાના વિમાનમાં લેન્ડ કરશે. પીએમ મોદીની આ મુલાકત દરમિયાન અમેરિકામાં વસતા ભારતીય અને ભાજપના સમર્થકો દ્વારા ફ્રિડમ પ્લાઝામાં એક વિશેષ સ્વાગત કાર્યક્રમનું આયોજન કારમાં આવ્યું છે. 160 કલાકારો દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધીની વેશભૂષામાં નૃત્ય સાથે પીએમ મોદીનું સ્વાગત કરાશે.
પીએમ મોદીનું શેડ્યૂલ
૨૧ જૂનના રોજ યોગા ડે છે. પીએમ મોદી ન્યૂયોર્કમાં જ UN કોમ્પલેક્સના નોર્થ લોનમાં ભારતીયો અને અમેરિકન નાગરિકો વચ્ચે ઈન્ટરનેશનલ યોગા ડેની ઉજવણી કરશે. તેમની સાથે અમેરિકન ભારતીયો પણ યોગા કરશે. ત્યાર બાદ સાંજે અમેરિકાના પ્લેનમાં ન્યૂયોર્કથી વોશિંગ્ટન જવા રવાના થશે. અહીં રાત્રે આરામ કરી તેઓ 22 જૂને સવારે વ્હાઈટ હાઉસની મુલાકાત લેશે. જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને જિલ બાઈડન મોદીનું વ્હાઈટ હાઉસના સાઉથમાં ભવ્ય સ્વાગત કરશે. અહીં પીએમ મોદીને 21 ગન શોટથી સલામી પણ અપાશે.
આ આલહાદાયક નજારો જોવા લગભગ સાત હજાર લોકો હાજરી આપે તેવી શક્યતા છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે જન-મેદનીને જોઈ પીએમ મોદી સંબોધન કરી શકે છે. આ સમારોહ બાદ PM મોદી અને બાઈડન વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે અને ત્યાર બાદ સાંજે સંયુક્ત પત્રકાર પરિષદમાં ભારત-અમેરિકા વચ્ચે થયેલી ચર્ચા અને ડીલ વિશે માહિતી આપવામાં આવે એવી વકી છે. આખા દિવસના આ કાર્યક્રમ બાદ રાત્રે વ્હાઈટ હાઉસમાં જ મહાનુભવો સાથે સ્ટેટ ડીનર રાખવામાં આવ્યું છે.
આવો હશે ત્રીજો દિવસ
23 જૂને વડાપ્રધાન મોદી સવારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશ પ્રધાન એન્ટોની બ્લિંકન સાથે મુલાકાત કરશે અને બંને દેશોની વિદેશ નીતિની ચર્ચા થશે. બપોરે લંચ બાદ વોશિંગ્ટન ડીસીમાં કેનેડી સેન્ટર ખાતે અમેરિકન-ઈન્ડિયન બિઝનેસ કાઉન્સિલની મિટિંગમાં ભાગ લેશે. અહીં મોદી અમેરિકન કંપનીના CEO અને ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે. સાંજે વધુ એક કાર્યક્રમ રોનાલ્ડ રેગન સેન્ટર ખાતે છે, જ્યાં પીએમ મોદી આમંત્રિત મહાનુભાવોને સંબોધિત કરશે.