મેઘાલય(Meghalaya)ની રાજધાની શિલૉન્ગમાં રોડ શૉ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. મોદી તેરી કબ્ર ખૂદેગીનો જવાબ પણ પીએમ આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
મેઘાલય(Meghalaya)ની રાજધાની શિલૉન્ગમાં રોડ શૉ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે દિલ્હીમાં કૉંગ્રેસ નેતા પવન ખેડા(Congress Leader Pawan Kheda)ની ધરપકડ બાદ લાગેલા `કબ્ર ખુદેગી` ના નારાનો પણ ઉલ્લેખ કર્યો. મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે 27 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે, જ્યારે પરિણામ 2 માર્ટે જાહેર થવાનું છે. ચૂંટણીના પ્રચાર માટે હાલ પીએમ મેઘાયલના પ્રવાસ પર છે.
શિલૉન્ગમાં પીએમ મોદીએ કહ્યું કે દેશ કહી રહ્યો છે કે ` મોદી તેરા કમલ ખિલેગા`. પીએમ મોદીએ વધુમાં કહ્યું," કેટલાક લોકો જેને દેશે નકારી કાઢ્યા છે. જેને દેશ હવે સ્વીકાર કરવા તૈયાર નથી. જે નિરાશા અને હતાશામાં ડૂબેલાં છે. તે આજે માળા જપે છે માળા અને તેઓ કહી રહ્યાં છે કે મોદી તેરી કબ્ર ખુદેગી. નિરાશામાં ડૂબેલા લોકો આવું કહી રહ્યાં છે. મોદી તેરી કબ્ર ખુદેગી, પરંતુ દેશ કહી રહ્યો છે, હિન્દુસ્તાનનો અવાજ કહી રહ્યો છે, હિન્દુસ્તાનનો દરેક ખૂણો કહી રહ્યો છે કે મોદી તેરા કમલ ખિલેગા."
ADVERTISEMENT
શુક્રવારે પીએમ મોદીએ પરિવારવાદની રાજનીતિ પર વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું,"મેઘાલય આજે ફેમિલિ ફર્સ્ટના બદલે પીપલ ફર્સ્ટવાળી સરકાર ઈચ્છે છે, એટલે જ આજે `કમલ કા ફૂલ` મેઘાલયની મજબુતી, શાંતિ અને સ્થિરતાનો પર્યાય બની ગયો છે. તેમણે કહ્યું, મેઘાલયના હિતોને ક્યારેય પ્રાથમિકતા આપવામાં આવી નથી, તમને નાના-નાના મુદ્દઓ પર વહેંચવામાં આવ્યાં!."
આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપીને મોટી ભૂલ કરી?
શિલૉન્ગ પહેલા પીએમ મોદી નાગાલેન્ડના દીમાપુર પણ પહોંચ્યા હતાં. તેમણે ત્યાં પણ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે સરકારનો પૈસો લોકો સુધી પહોંચવાને બદલે ભ્રષ્ટાચારીઓની તિજોરી સુધી પહોંચતો હતો. તેમણે કહ્યું કે "પૂર્વોત્તર માટે.. નાગાલેન્ડ માટે કૉંગ્રેસ અને તેમના સહયોગીઓની નીતિ રહી છે- મત મેળવો અને ભૂલી જાઓ. દિલ્હીથી લઈ દિમાપુર સુધી આ લોકોએ પરિવારવાદને જ પ્રાથમિકતા આપી હતી, એટલે જ નાગાલેન્ડ સહિત પુરા નૉર્થ-ઈસ્ટ આજે તેમના પાપોની સજા આપી રહ્યું છે"
શું હતો મામલો
હકીકતે, ગુરુવારે દિલ્હી એરપોર્ટ પર ખેડાને હવાઈ જહાજમાંથી ઉતાર્યા બાદ કૉંગ્રેસ નેતાઓએ પ્રદર્શન કર્યુ હતું. સામે આવેલા વીડિયોમાં સાંભળી શકાય છે કૉંગ્રેસ નેતા `મોદી તેરી કબ્ર ખુદેગી`ના નારા લગાવી રહ્યાં છે. આ પહેલા ખેડાએ પીએમ મોદીના નામમાં ગૌતમદાસ નામ જોડી વિવાદ ઉભો કર્યો હતો.