અમેરિકાના ગોલ્ડન ગેટ, લંડનના ટાવર બ્રિજ અને ડેન્માર્ક-સ્વીડન વચ્ચેના ઓરેસુન્ડ જેવા પ્રખ્યાત બ્રિજ સાથે તુલના કરી શકાય એવી ડિઝાઇન અને આધુનિક ટેક્નિક છે મંડપમ અને રામેશ્વરમ ટાપુને જોડનારા બ્રિજની
વર્ટિકલ-લિફ્ટ સી-બ્રિજ
ભારતના પહેલા વર્ટિકલ-લિફ્ટ સી-બ્રિજનું ઉદ્ઘાટન ગઈ કાલે રામનવમીના પવિત્ર દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. પાલ્કની સામુદ્રધુની પર આવેલો ૨.૦૮ કિલોમીટર લાંબો આ પંબન બ્રિજ તામિલનાડુમાં ભારતની મુખ્ય ભૂમિને રામેશ્વરમ ટાપુ સાથે જોડે છે. આ બે સ્થાનો વચ્ચે બ્રિટિશકાળમાં બાંધવામાં આવેલા અને એક સદી જૂના પંબન બ્રિજને ૨૦૧૯માં બંધ કરી દેવામાં આવ્યા બાદ આ નવો પંબન બ્રિજ બાંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
રામેશ્વરમમાં શ્રી રામનાથસ્વામી મંદિરમાં વડા પ્રધાને પૂજા-અર્ચના કરી હતી.
રેલવે પસાર થયા બાદ નીચેથી જહાજ પસાર થયું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિજને ખુલ્લો મૂક્યા બાદ એના પરથી પહેલી ટ્રેન ચેન્નઈ (તાંબરમ)થી રામેશ્વરમ વચ્ચે દોડતી તાંબરમ એક્સપ્રેસ પણ રવાના થઈ હતી અને થોડી વાર બાદ કોસ્ટ ગાર્ડનું એક જહાજ પણ બ્રિજની નીચેથી પસાર થયું હતું. વડા પ્રધાન આ બેઉ ઘટનાના સાક્ષી બન્યા હતા.
પંબન બ્રિજ કામ કેવી રીતે કરશે?
પહેલો તબક્કો : નવા બ્રિજનો સેન્ટર સ્પૅન વર્ટિકલી ઉપર જશે
બીજો તબક્કો : જૂનો બ્રિજ ટિલ્ટ કરીને ઊઠશે
ત્રીજો તબક્કો : જહાજ બ્રિજ
નીચેથી રવાના થશે
ભારતીય એન્જિનિયરિંગની અજાયબી છે આ વર્ટિકલ-લિફ્ટ સી-બ્રિજ
સીમલેસ મૅરિટાઇમ નેવિગેશન માટે માત્ર પાંચ મિનિટમાં ૧૭ મીટર ઊંચો થઈ શકે, ત્રણ મિનિટમાં મૂળ સ્થિતિમાં આવી શકશે
રામેશ્વરમ અને મુખ્ય ભારત ભૂમિની કનેક્ટિવિટી ઝડપી બનાવશે
નવો પંબન બ્રિજ ૨.૦૮ કિલોમીટર લાંબો
૭૨.૫ મીટર નેવિગેશનલ સ્પૅન, જેને ૧૭ મીટર (૬૦ ફુટ) સુધી ઊંચો કરી શકાય છે જેથી જહાજ એની નીચેથી પસાર થઈ શકે
સબસ્ટ્રક્ચર બે રેલવે-ટ્રૅક માટે સક્ષમ, પણ હાલમાં માત્ર એક જ લાઇન કાર્યરત, ભવિષ્યમાં બીજી લાઇન ઉમેરવામાં આવશે
બ્રિજ પરથી ૧૬૦ કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવી શકાય છે, પણ પ્રવાસીઓની સુરક્ષા માટે હાલમાં માત્ર ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન પસાર થશે
રેલવે-ટ્રાફિક અને પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખી તૈયાર કરાયો છે
૫૫૦ કરોડ રૂપિયાના બજેટમાં રેલ વિકાસ નિગમ લિમિટેડે એ તૈયાર કર્યો છે
૧૦૦ વર્ષ સુધી એને નુકસાન નહીં થાય એવું ખાસ એન્જિનિયરિંગ, વારંવાર દેખભાળની જરૂર નથી
કાટ સામે રક્ષણ આપવા માટે ઉત્કૃષ્ટ ક્વૉલિટીના સ્ટેનલેસ સ્ટીલ રીઇન્ફોર્સમેન્ટનો ઉપયોગ, સંપૂર્ણપણે વેલ્ડેડ સાંધા, ઉચ્ચ ગ્રેડના રક્ષણાત્મક પેઇન્ટ અને સ્પેશ્યલ કોટિંગનો ઉપયોગ
જૂના પંબન બ્રિજ કરતાં ત્રણ મીટર ઊંચો બનાવવામાં આવ્યો
અમેરિકાના ગોલ્ડન ગેટ, લંડનના ટાવર બ્રિજ અને ડેન્માર્ક-સ્વીડન વચ્ચેના ઓરેસુન્ડ જેવા પ્રખ્યાત બ્રિજ સાથે તુલના કરી શકાય એવી ડિઝાઇન અને આધુનિક ટેક્નિક
૨૦૧૯માં વડા પ્રધાન મોદીએ કર્યો હતો શિલાન્યાસ, હવે તેમના જ હાથે ઉદ્ઘાટન
ફુલ્લી ઑટોમેટેડ હોવાથી લિફ્ટ સ્પૅન મૅન્યુઅલી ઉઠાવવાની જરૂર નહીં પડે
૬૩ મીટરનો હિસ્સો જહાજોના આવાગમન માટે સુરક્ષિત
રખાયો છે
વર્ટિકલ-લિફ્ટ બ્રિજને
ઉઠાવવાનું કામ હવાની પરિસ્થિતિ પર નિર્ભર કરશે, ૫૦ કિલોમીટર કે એનાથી વધારે ઝડપથી હવા હશે તો બ્રિજને ઉઠાવવાની સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દેશે.

