ટોચના ઉદ્યોગપતિઓ અને વૈશ્વિક વ્યાપાર પ્રતિનિધિમંડળોની હાજરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગુવાહાટીમાં ઍડ્વાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
આસામ ઍડ્વાન્ટેજ 2.0 ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટમાં ભાગ લેવા આસામ ગયેલા મુકેશ અંબાણીએ ગઈ કાલે ગુવાહાટીમાં કામાખ્યા મંદિરમાં દર્શનપૂજા કર્યાં હતાં.
ટોચના ઉદ્યોગપતિઓ અને વૈશ્વિક વ્યાપાર પ્રતિનિધિમંડળોની હાજરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગુવાહાટીમાં ઍડ્વાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું અને એમાં ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ એક લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
ગૌતમ અદાણી
ગઈ કાલે આ સમિટમાં બોલતાં અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ પૂર્વ ભારતના આ રાજ્યમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી અને છેલ્લા બે દાયકામાં રોકાણકાર સમિટની પરિવર્તનશીલ ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને નોંધ્યું હતું કે તેમણે અપેક્ષાઓ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે અને ભારતના આર્થિક વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણીએ પણ આગામી પાંચ વર્ષમાં આસામમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણનું વચન આપ્યું હતું. તેમણે રાજ્યના ઊભરતા પ્રતિભા પૂલ પર પ્રકાશ ફેંકતાં કહ્યું હતું કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટૂંક સમયમાં આસામ ઇન્ટેલિજન્સનું પ્રતિનિધિત્વ કરશે, કારણ કે રાજ્યના યુવાનો ટેક્નૉલૉજી અને અન્ય સેક્ટરમાં પ્રગતિ કરી રહ્યા છે.

