Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Vande Bharat: નૉર્થ ઈસ્ટને મળી પહેલી ટ્રેનની ભેટ, PM મોદીએ બતાવી લીલી ઝંડી

Vande Bharat: નૉર્થ ઈસ્ટને મળી પહેલી ટ્રેનની ભેટ, PM મોદીએ બતાવી લીલી ઝંડી

Published : 29 May, 2023 03:25 PM | IST | Assam
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સ્વદેશી ટેક્નિકથી બનેલી વંદે ભારત (Vande Bharat) ટ્રેન ભારતીય રેલવેની (Indian Railways) મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક છે. દેશના વિભિન્ન રાજ્યોમાં અલગ-અલગ રૂટ્સ પર વંદે ભારત ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

વંદે ભારત (ફાઈલ તસવીર)

Vande Bharat

વંદે ભારત (ફાઈલ તસવીર)


સ્વદેશી ટેક્નિકથી બનેલી વંદે ભારત (Vande Bharat) ટ્રેન ભારતીય રેલવેની (Indian Railways) મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક છે. દેશના વિભિન્ન રાજ્યોમાં અલગ-અલગ રૂટ્સ પર વંદે ભારત ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં હવે પૂર્વોત્તર એટલે નૉર્થઈસ્ટનું નામ પણ જોડાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે (સોમવારે), 29 મેના રોજ 12 વાગ્યે આસામની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવીને રવાના કરી.


નૉર્થઈસ્ટને મળનારી પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીથી આસામના ગુવાહાટી વચ્ચે દોડશે. અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, ક્ષેત્રના લોકોને ઝડપી ગતિ સાથે આરામથી પ્રવાસ કરવાની સુવિધા આપશે. આથી પ્રદેશમાં પર્યટનને પણ પ્રોત્સાહન મળશે.



ગુવાહાટીને ન્યૂ જલપાઈગુડી સાથે જોડનારી આ ટ્રેન, આ બે સ્થળોને જોડનારી વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની તુલનામાં, પ્રવાસના સમયમાં પણ લગભગ એક કલાક ઓછો લાગશે. એટલે એ સમય પણ વધશે. ન્યૂ જલપાઓઈગુડી-ગુવાહાટી વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ દોડશે. જે 410 કિમીના અંતરને 5.30 કલાકમાં કાપશે, જ્યારે હાલ સૌથી ઝડપી ટ્રેનને આ અંતર કાપતાં 6 કલાક 30 મિનિટનો સમય લાગે છે.


નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુરુવારે ઓરિસ્સાને (Odisha) રૂપિયા 8000 કરોડની ભેટ આપી આની સાથે જ તેમણે પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસને પણ વર્ચ્યુઅલી જ લીલી ઝંડી બતાવી હતી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું હતું કે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના લોકોને વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. વંદે ભારત ટ્રેન આધુનિક ભારત અને આકાંક્ષીય ભારત બન્નેનું પ્રતીક બની રહી છે.

આ પણ વાંચો : Delhi Crime: સગીરા પર ચપ્પુના ઘા થયા,પથ્થરથી ચગદી પણ લોકો જોતા રહ્યા, જુઓ વીડીયો


પીએમએ કહ્યું કે છેલ્લા 8-9 વર્ષોમાં ઓરિસ્સામાં રેલ પ્રૉજેક્ટના બજેટમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે. 2014ના પહેલા 10 વર્ષોમાં અહીં દર વર્ષે સરેરાશ 20 કિલોમીટરની આસપાસ જ રેલ લાઈનો પાથરવામાં આવતી હતી, જ્યારે 2022-23માં અહીં 120 કિમીની આસપાસ નવી રેલ લાઈનો પાથરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2023 03:25 PM IST | Assam | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK