કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાઈલટે પીએમ મોદી અને ઓવૈસીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોમવારે કહ્યું કે આ વર્ષે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, જેથી પીએમ મોદી અને અસદુદ્દીન ઓવૈસી એક ઉદ્દેશ હેઠળ રાજ્યનો પ્રવાસ કરી શકે છે.
સચિન પાઇલટ (ફાઈલ તસવીર)
રાજસ્થાન (Rajasthan) વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ-ઉપમુખ્યમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાઈલટે પીએમ મોદી અને ઓવૈસીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોમવારે કહ્યું કે આ વર્ષે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, જેથી પીએમ મોદી અને અસદુદ્દીન ઓવૈસી એક ઉદ્દેશ હેઠળ રાજ્યનો પ્રવાસ કરી શકે છે. તેમનો ઉદ્દેશ છે કે આગામી ચૂંટણીમાં પોત-પોતાની પાર્ટી માટે સૌથી વધારે મત એકઠાં કરવા. એકવાર ચૂંટણી પૂરી થઈ ગઈ તો આ બન્ને રાજસ્થાનમાંથી જાતે જ ગાયબ થઈ જશે.
શ્રીગંગાગનગરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા સચિન પાઈલટે કહ્યું કે દિલ્હી-દૌસા-લાસૌટ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરવા માટે દૌસાની પસંદગી એટલા માટે કરવામાં આવી કારણકે દૌસામાં કૉંગ્રેસ ખૂબ જ મજબૂત છે. પીએમ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા તે સીટ પર જવાનું પસંદ કરશે જ્યાં કૉંગ્રેસ મજબૂત છે. પાઈલટે આ દરમિયાન છત્તીસગઢામાં કૉંગ્રેસ નેતાઓ પર ઈડીના દરોડાને લઈને પણ કેન્દ્ર સરકાર પર હુમલા કર્યા. તેમણે કહ્યું કે કેન્દ્ર કેવી રીતે એજન્સીઓનો દુરુપયોગ કરે છે તે તો આખો દેશ જોઈ રહ્યો છે.
ADVERTISEMENT
પીએમ મોદી અને AIMIM પ્રમુખ ઓવૈસી પર હુમલો કરતા સચિન પાઈલટે કહ્યું કે આ ફેબ્રુઆરી ખૂબ જ ખાસ છે. પીએમ મોદી દૌસા જઈ રહ્યા છે. ઓવૈસી ટોંક પહોંચી રહ્યા છે. આવું એટલા માટે થઈ રહ્યું કે કારણકે આ વર્ષે રાજ્યમાં ચૂંટણી છે. આ બન્ને નેતાઓ ચાર વર્ષથી ક્યાં હતા? જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે આ બન્ને નેતાઓ ભાષણ આપી રહ્યા છે, ધર્મની વાત કરી રહ્યા છે. આ લોકો ચૂંટણી પહેલા અને ચૂંટણી બાદ અહીં દેખાવાના પણ નથી.
આ પણ વાંચો : રાજસ્થાનમાં પૉલિટિકલ સર્કસ: પાઇલટની ઉડાન અટવાઈ ગઈ
અમે જે અહીં છીએ, તમારા સુખ અને દુઃખના સાથી છીએ. આ એ લોકો છે જેમણે ખેડૂતો વિરુદ્ધ કાયદો ઘડ્યો. અને આ એ જ લોકો છે જેઓ ધર્મના નામે વોટ લઈને સત્તા સુધી પહોંચ્યા છે. આ સત્તામાં છે પણ હવે ન તો મોંઘવારી ઘટાડી શકે છે કે ન તો બેરોજગારી દૂર કરી શકે છે.