Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > MAN VS WILDમાં PM મોદી સાથેનો આ એપિસોડ છે ખાસ, જાણો વિગતો

MAN VS WILDમાં PM મોદી સાથેનો આ એપિસોડ છે ખાસ, જાણો વિગતો

Published : 11 August, 2019 06:37 PM | IST |

MAN VS WILDમાં PM મોદી સાથેનો આ એપિસોડ છે ખાસ, જાણો વિગતો

MAN VS WILDમાં PM મોદી સાથેનો આ એપિસોડ છે ખાસ, જાણો વિગતો


Discovery ચેનલ પર આવતો MAN VS WILD કાર્યક્રમ ઘણો પ્રચલીત છે. ત્યારે આ શો વધુ ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે તેમાં વિશ્વના સૌથી તાકતવર નેતાઓમાંના એક અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ શોમાં જોવા મળ્યા. આ શોનો પ્રોમો થોડા દિવસો પહેલા જ જાહેર કરવામાં આવ્યો ત્યારે વિશ્વ કક્ષાએ PM મોદીની ચર્ચાઓ થવા લાગી હતી. ત્યારે અમે તમને જણાવીશું કે વડાપ્રધાન મોદીનો આ શો શું કામ ખાસ છે અને આ શો જોવા માટેના કારણો શું છે.



બેયર ગ્રિલ્સના એડવેન્ચર શૉમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણની રક્ષાના ઉદ્દેશથી આવી રહ્યાં છે. નરેન્દ્ર મોદી ભારતના પહેલા એવા વ્યક્તિ છે જે બેયર ગ્રિલ્સના શૉમાં જોવા મળશે. દર્શકોએ MAN VS WILDનો પીએમ મોદી સાથેનો સ્પેશિયલ એપિસોડ કેમ જોવો જોઈએ તે જણાવીશું



બેયર ગ્રિલ્સના શૉ MAN VS WILD દુનિયાનો સૌથી ફેમસ એડવેન્ચર શૉ છે. આ શૉ અમેરિકા અને યૂકે સાથે-સાથે ભારત અને અન્ય દેશોમાં પણ લોકપ્રિય છે. MAN VS WILD દુનિયાના 180 દેશોમાં દેખાડવામાં આવે છે. આટલા મોટા પ્લેટફોર્મ પર પીએમ મોદીનું આવવુ એક મોટી વાત છે. આ શૉમાં આવનાર પહેલા ભારતીય હશે પીએમ મોદી.



શૉના પ્રોમો અને પોસ્ટર્સથી સાફ છે કે પીએમ મોદી ખતરનાક એડવેન્ચર કરશે. મોદી જે જંગલમાં જઈ રહ્યાં છે ત્યા એકલા રહેવુ ખતરાથી ઓછુ નથી. આવી પરિસ્થિતિઓમાં બેયર ગ્રિલ્સની સાથે પોતાનો જીવ બચાવવા અને જીવન ગુજારવા માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કરે છે તે દિલચસ્પ રહેશે.

પીએમ મોદી શૉમાં જાનવરોના સંરક્ષણ વિશે જાગરૂકતા ફેલાવવાનું કામ કરશે. આ સાથે જ આ કામ માટે ભારતના યોગદાન વિશે વાત કરતા જોવા મળશે. આ એ સમય છે જ્યારે ભારતમાં જાનવરોનું સંરક્ષણ કરવાનું મુશ્કેલ બન્યું છે. લોકો વચ્ચે જાગરુકતા લાવવાની જવાબદારી પીએમ મોદીએ ઉપાડી છે.


આ પણ વાંચો: લહેરો અને તોફાનો વચ્ચે પણ શાંત રહ્યા PMમોદી, બેયર ગ્રિલ્સે કર્યો ખુલાસો

MAN VS WILD એક એડવેન્ચર શૉ છે અને આવામાં જોવાનું રહેશે કે બેયર ગ્રિલ્સ પીએમ મોદીને કઈ કઈ ટેકનિક શિખવાડે છે. જંગલમાં પોતાની જાતને કઈ રીતે બચાવવી આ સિવાય જંગલની અનેક ટેક્નિક બેયર ગ્રિલ્સ પીએમ મોદીને શિખવાડતા જોવા મળી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

11 August, 2019 06:37 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK