સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર હજી સુધી કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્ય દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી
ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટ આંતરધર્મીય મૅરેજને કારણે ધર્મપરિવર્તન પર નિયમન માટે રાજ્યોના કાયદાને પડકારતી અરજીઓ પર બીજી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરશે.
ઍડ્વોકેટ વિશાલ ઠાકરે અને એનજીઓ ‘સિટિઝન્સ ફોર જસ્ટિસ ઍન્ડ પીસ’ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર જનહિતની અરજીઓ પર ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિંહાની બેન્ચ સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટ મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિન્દ દ્વારા કરવામાં આવેલી એક અરજી પર પણ સુનાવણી હાથ ધરશે. જમિયત ઉલેમા-એ-હિન્દે દાવો કર્યો હતો કે સમગ્ર દેશમાં આવા કાયદાઓ હેઠળ મોટી સંખ્યામાં મુસલમાનોને પરેશાન કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર હજી સુધી કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્ય દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જેમને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશનો વિવાદાસ્પદ વટહુકમ ન ફક્ત આંતર ધર્મીય લગ્નના સંબંધમાં તમામ ધર્મપરિવર્તનને સંબંધિત છે. જેમાં બીજો ધર્મ અપનાવવા માગતી વ્યક્તિઓ માટે વિસ્તૃત જોગવાઈઓ છે.
ઉત્તરાખંડમાં લાલચ કે બળપૂર્વક ધર્મપરિવર્તન કરાવનારી વ્યક્તિ માટે બે વર્ષની જેલની સજાની જોગવાઈ ધરાવતો કાયદો છે. આવા કાયદાની વિરુદ્ધ કરવામાં આવેલી અરજીઓમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના કાયદાથી વ્યક્તિના બંધારણીય અધિકારોનો ભંગ થાય છે.