Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 1 કરોડ રોકડ, 2 કિલોથી વધુ સોનું અને ઘરેણાં, જાણો EDને શું-શું મળ્યું?

1 કરોડ રોકડ, 2 કિલોથી વધુ સોનું અને ઘરેણાં, જાણો EDને શું-શું મળ્યું?

Published : 11 March, 2023 08:13 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શુક્રવારે ઈડી દ્વારા પટના, રાંચી, દિલ્હી, મુંબઈની 24 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન દિલ્હીના એનસીઆરમાં તેજસ્વી યાદવ જે ઘરમાં રહે છે ત્યાં અને અન્ય જગ્યાઓ પર પણ દરોડા પાડ્યા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઈડીની કાર્યવાહી બાદ લાલૂ યાદવ અને તેમના પરિવારના સભ્યોની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. શુક્રવારે ઈડી દ્વારા પટના, રાંચી, દિલ્હી, મુંબઈની 24 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન દિલ્હીના એનસીઆરમાં તેજસ્વી યાદવ જે ઘરમાં રહે છે ત્યાં અને અન્ય જગ્યાઓ પર પણ દરોડા પાડ્યા. ઈડી દ્વારા જાહેર નિવેદનમાં કરોડોની સંપત્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


લેન્ડ ફૉર જૉબ કેસમાં લાલૂ યાદવ અને તેમના પરિવારના સભ્યોને ત્યાં શુક્રવારની સવારે જ ઈડીએ દેશમાં 24 જગ્યાઓ પર દરોડા પાડ્યા. પટનામાં આરજેડીના પૂર્વ વિધેયક અબૂ દોજાન અને દિલ્હીમાં તેજસ્વી યાદવ જે ઘરમાં રહે છે ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા. રેઈડ બાદ ઈડી દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરી આની વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઈડીએ માહિતી આપી છે કે તેમને પહેલા તેમના સૂત્રો પાસેથી ઇનપુટ્સ મળ્યા જેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.



દરોડા દરમિયાન એક કરોડ રૂપિયા રોકડ, ઓગણીસસો અમેરિકન ડૉલર, 540 ગ્રામ સોનું, દોઢ કિલો સાનાના ઘરેણાં જેની કિંમત 1 કરોડ 25 લાખ રૂપિયા છે સહિત પ્રૉપર્ટીના અનેક મહત્વના દસ્તાવેજ તાબે લેવામાં આવ્યા છે. 4 પ્લૉટ 7.5 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. પ્લૉટ 3.5 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા હતા. ઈડીએ એ પણ જણાવ્યું કે તપાસ દરમિયાન લગભગ 600 કરોડ રૂપિયાની આવકની ખબર પડી છે જે 350 કરોડની અચલ સંપત્તિ તરીકે છે. આની સાથે જ અલગ-અલગ બેનામીદારના માધ્યમે 250 કરોડના લેવડદેવડ પણ કરવામાં આવ્યા છે.


દરોડા બાદ ઈડી દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીની તપાસમાં ખબર પડી છે કે પટના અને તેની આસપાસ ગેરકાયદેસર રીતે લાલૂ પરિવારે જમીનની લેવડદેવડ કરવામાં આવી છે. આ બધી જમીનોની લેવડ-દેવડ લેન્ડ ફૉર જૉબ મામલે કરવામાં આવી છે. આ જમીનની કિંમત આજની તારીખમાં લગભગ 200 કરોડ રૂપિયા છે, સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કૉલોનીમાં જે  બંગલો છે તે મેસર્સ એબી એક્સપૉર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના નામે છે જેને તેજસ્વી યાદવ પોતાના ઘર તરીકે ઉપયોગ કરે છે, આનો માર્કેટ રેટ 150 કરોડ રૂપિયા છે જ્યારે આની ખરીદ ફક્ત 4 લાખમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચો : દિંડોશી મેટ્રો સ્ટેશનનું નામ હશે પઠાનવાડી?


ઈડી દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે લેન્ડ ફૉર જૉબ મામલે અબૂ દુજાના સાથે પણ જમીનની ખરીદ-વેચાણ કરવામાં આવી, જેમાં સાડા 3 કરોડનો નફો રાબડી દેવી અને આરજેડીના પૂર્વ વિધેયક અબૂ દોજાનાને થયો છે. પોતાની માહિતીમાં ઈડી દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે દરોડા દરમિયાન ત્યાં હાજર બાળકો, સીનિયર સિટીઝન અને મહિલાઓ સાથે યોગ્ય શિષ્ટાચાર વ્યવહાર કરવામાં આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2023 08:13 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK