પ્રવાસ દરમિયાન ટોઈલટ (Indian Railway Toilets)માં પાણી ખતમ થવું આખી ટ્રીપનો આનંદ બગાડી દે છે. લાખો ફરિયાદો છતાં આ સમસ્યા જેમની તેમ જળવાયેલી છે, જો કે એક પ્રવાસીએ પોતાની આ મુશ્કેલી સોશિયલ મીડિયા (Social Media) પર શૅર કરી દીધી.
Indian Railway
પ્રતીકાત્મક તસવીર
ભારતીય ટ્રેનોમાં (Indian Railway) ઘણીવાર લાંબા અંતરની પેસેન્જર ટ્રેનો (Passenger Trains)માં પાણી ખતમ થવાની સમસ્યા પ્રવાસીઓ સારી રીતે જાણે છે. યૂપી બિહાર રૂટ પર ચાલનારી ટ્રોનમાં આવી મુશ્કેલી મોટાભાગે જોવા મળી છે. પ્રવાસ દરમિયાન ટોઈલટ (Indian Railway Toilets)માં પાણી ખતમ થવું આખી ટ્રીપનો આનંદ બગાડી દે છે. લાખો ફરિયાદો છતાં આ સમસ્યા જેમની તેમ જળવાયેલી છે, જો કે એક પ્રવાસીએ પોતાની આ મુશ્કેલી સોશિયલ મીડિયા (Social Media) પર શૅર કરી દીધી. ટ્વિટર યૂઝર અરુણે ટ્વીટ કરીને ભારતીય રેલવેને આ વાતની ફરિયાદ કરી દીધી.
સોશિયલ મીડિયા પર ક્યારે, શું વાયરલ થઈ જાય તે કહી શકાતું નથી. હવે અરુણ નામના આ શખ્સને જુઓ. જેણે ટ્રેનની મુસાફરી દરમિયાન એવી ફરિયાદ કરી કે તેનું ટ્વીટ વાયરલ થઈ ગયું. યૂઝર્સ તેની ફરિયાદ અને તકલીફનો પણ આનંદ લેવા માંડ્યા છે. લોકો રેલવે જ નહીં WHO અને UN સુધી તેમની ફરિયાદ લઈ જવાની વાતો કરવા માંડ્યા. જાણો શું છે આખી ઘટના...
ADVERTISEMENT
હકિકતે, શરૂઆત થઈ ટ્વિટર યૂઝર અરુણ (@ArunAru77446229)ના એક ફરિયાદી ટ્વીટ દ્વારા, જેમાં તેણે ટ્રેનના ટૉઈલેટમાં પાણી ન આવવાની ફરિયાદ કરી છે. તેણે કહ્યું કે ટૉઈલેટમાં પાણી નથી આવી રહ્યું. સીટ પર રોકીને બેઠો છું. શું કરું?
आज मई पद्मावती एक्सप्रेस में सफर कर रहा था 14207 jaye to गाजियाबाद ट्रेन में टॉयलेट गया हापुड़ जा, पर तो यहां पानी नहीं आ रहा था अब मई क्या करू वापस आया और सीट पर रोक कर बैठा हूं ट्रेन 2 घंटे लेट चल रही हैं pic.twitter.com/QT5DAuFTBJ
— Arun Arun (@ArunAru77446229) March 11, 2023
અરુણના આ ટ્વીટ પર રેલવે સેવા (Railway Seva)એ જવાબ આપતા પ્રવાસની માહિતી માગી, જેથી ફરિયાદનો ઉકેલ લાવી શકાય. જેના પછી અરુણે વધુ એક ટ્વીટ કરીને ઈન્ડિયન રેલવેનો આભાર માન્યો.
`સીટ પર રોકી બેઠો છું`
અરુણે પોચાના ટ્વીટમાં લખ્યું - પદ્માવત એક્સપ્રેસ (14207)માં પ્રવાસ કરી રહ્યો છું. ટૉઈલેટ ગયો તો ત્યાં પાણી નથી આવતું. હવે હું શું કરું. પાછો આવી ગયો અને સીટ પર રોકીને બેઠો છું. ટ્રેન પણ 2 કલાક મોડી ચાલી રહી છે.
असुविधा के लिए खेद है। हम आपसे अनुरोध करते हैं कि कृपया यात्रा विवरण (पीएनआर/यूटीएस नंबर) और मोबाइल नंबर वैकल्पिक रूप से DM के माध्यम से हमारे साथ साझा करें। आप अपनी शिकायत सीधे https://t.co/AmJ5X4xFpA पर भी शीघ्र निवारण के लिए रजिस्टर कर सकते हैं।
— RailwaySeva (@RailwaySeva) March 11, 2023
આ મામલે રેલવે સેવાએ જવાબ આપ્યો છે - અસુવિધા માટે દુઃખ છે. અમે તમને અરજી કરીએ છીએ કે મહેરબાની કરી મુસાફરીની માહિતી (પીએનઆર/યૂટીએસ નંબર) અને મોબાઈલ નંબર વૈકલ્પિક રીતે DMના માધ્યમે અમારી સાથે શૅર કરો.
बहुत बहुत धन्यवाद इंडियन रेल्वे pic.twitter.com/946gkb5Kyd
— Arun Arun (@ArunAru77446229) March 11, 2023
`સેલ્ફ મેડ સેલિબ્રેટી`
જોત જોતામાં જ અરુણનો આ ફરિયાદ કરતો ટ્વીટ વાયરલ થઈ ગયો. સેંકડો લોકોએ તેમના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે. ભલે ટ્વિટર પર અરુણના માત્ર 19 ફૉલોઅર્સ છે પણ તેના આ ટ્વીટને અઢી લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. અનેક યૂઝર્સે તેને સેલ્ફ મેડ સેલિબ્રિટી કહ્યો છે.
આ પણ વાંચો : જ્યારે શાહરુખને જોઈ સેટ છોડી દોડ્યો કપિલ શર્મા, કેન્સલ કર્યું શૂટ, જાણો કારણ
પ્રવાસીના આ ટ્વીટ પર ભારતીય રેલવેનો જવાબ આવ્યો છે જ્યાં તેને અસુવિધા માટે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યો છે. રેલવેએ તેમની પાસેથી જરૂરી માહિતી શૅર કરવા માટે પણ કહ્યું. જો કે બીજા ટ્વીટમાં ભારતીય રેલવે તરફથી મળેલી મદદ માટે તેણે આભાર પણ માન્યો છે. આ દરમિયાન અનેક ટ્વિટર યૂઝર્સ અરુણની સમસ્યા પર માનવ અધિકાર આયોગ અને વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઈઝેશનને ટૅગ કરી દીધો. એક યૂઝરે લખ્યું, "ખૂબજ સંકટનો સમય છે અરુણજી માટે, હું તેમના ધૈર્યની દાદ આપું છું."