Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ: સરકાર બે મહત્વના બિલ રજૂ કરે તેવી શક્યતા

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ: સરકાર બે મહત્વના બિલ રજૂ કરે તેવી શક્યતા

Published : 25 November, 2024 09:08 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Parliament Winter Session: આજથી શરુ થયેલું શિયાળુ સત્ર ૨૦ ડિસેમ્બર સુધી ચાલશે; સત્ર દરમિયાન સરકાર ‘વકફ’, ‘વન નેશન, વન ઇલેક્શન’ સહિત ૧૬ બિલ રજૂ કરશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) બાદ ભલે દેશનું રાજકીય વાતાવરણ ઘણું બદલાઈ ગયું હોય, પરંતુ વિરોધ પક્ષોના વલણથી સ્પષ્ટ થાય છે કે આજથી શરૂ થઈ રહેલું સંસદનું શિયાળુ સત્ર (Parliament Winter Session) પણ તોફાની બની રહેશે.


સંસદનું શિયાળુ સત્ર (Parliament Winter Session) આજથિ એટલે કે ૨૫ નવેમ્બરથિ શરુ થઈ રહ્યું છે. સત્રના સુચારૂ સંચાલન માટે રવિવારે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિરોધ પક્ષોએ જે રીતે અદાણી (Adani) અને મણિપુર હિંસા (Manipur Violence) જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાની માગણી કરી છે, તેમાં હોબાળો થવાનો જ છે. સરકારે સત્ર દરમિયાન વકફ સુધારો (Waqf Act (Amendment) Bill), વન નેશન-વન ઇલેક્શન (One Nation-One Election) જેવા ૧૬ બિલ લાવવાનો પણ સંકેત આપ્યો છે. આમાં વકફ, ​​વન નેશન-વન ઈલેક્શન બિલને લઈને મુખ્ય વિપક્ષી પાર્ટીઓ સાથે પહેલાથી જ સંઘર્ષ ચાલી રહ્યો છે.



દરમિયાન, હરિયાણા (Haryana), મહારાષ્ટ્ર (Maharashtra), ઝારખંડ (Jharkhand)માં વિધાનસભા ચૂંટણી અને ઘણા રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પડછાયા હેઠળ, સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે, જે ૨૦ ડિસેમ્બર સુધી ચાલશે. આ રાજ્યોના ચૂંટણી પરિણામોની અસર પણ સત્રમાં જોવા મળશે. સંસદ સત્રના સુચારૂ સંચાલન માટે રવિવારે મળેલી સર્વપક્ષીય બેઠકમાં સત્રની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.


સંસદીય બાબતોના પ્રધાન (Parliamentary Affairs Minister) કિરેન રિજિજુ (Kiren Rijiju)એ જણાવ્યું હતું કે, સરકારે સત્ર માટે લગભગ ૧૬ બિલોની સૂચિબદ્ધ કરી છે. જેમાં વકફ એમેન્ડમેન્ટ બિલ અને પંજાબ કોર્ટ એમેન્ડમેન્ટ બિલ (Punjab Court Amendment Bill)નો સમાવેશ થાય છે. આ સાથે સત્ર દરમિયાન એક રાષ્ટ્ર-એક ચૂંટણી સંબંધિત બિલ પણ લાવી શકાય છે. આ અંગે સરકાર પહેલેથી જ સંકેત આપી ચૂકી છે. સરકાર નિયમો હેઠળ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. તે નથી ઈચ્છતી કે ગૃહનો સમય બિલકુલ વેડફાય. દરમિયાન, વકફ સુધારા વિધેયક પર જગદંબિકા પાલના નેતૃત્વમાં રચાયેલ જેસીપી પણ સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસે તેનો અહેવાલ રજૂ કરશે.

જો કે વિપક્ષે જેપીસીને આપવામાં આવેલ સમયને વધુ લંબાવવાની માંગ કરી છે. વિપક્ષી દળોએ પણ સત્ર દરમિયાન સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરી હતી. લોકસભામાં વિરોધપક્ષના નાયબ નેતા ગૌરવ ગોગોઈએ અદાણી સામેના લાંચના આરોપો અંગે સરકારને ચર્ચા કરવાની આગવી માગણી કરી હતી. તેમણે મણિપુર હિંસા, ઉત્તર ભારતમાં વાયુ પ્રદૂષણથી સર્જાયેલી ખતરનાક સ્થિતિ અને રેલચે અકસ્માતો પર પણ ચર્ચાની માંગ કરી હતી.


રાજ્યસભામાં વિપક્ષના નાયબ નેતા પ્રમોદ તિવારી (Pramod Tiwari)એ કહ્યું કે, અદાણી પર અમેરિકામાં કામ કરાવવા માટે ૨૦૦૦ કરોડ રૂપિયાની લાંચ આપવાનો જે રીતે આરોપ છે તે ગંભીર છે. સરકારે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ અને લાંચ લેનારા તમામને ખુલ્લા પાડવા જોઈએ. તેમજ અદાણીની પણ તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.

સંસદ સત્રને લઈને સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ (Congress) સહિત ૩૦ પક્ષોના ૪૨ નેતાઓએ ભાગ લીધો હતો.

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2024 09:08 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK