સંસદ સત્ર LIVE: અમિત શાહ પહેલી વાર લોકસભામાં રજૂ કરશે બિલ
અમિત શાહ પહેલી વાર લોકસભામાં રજૂ કરશે બિલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં આજે જમ્મૂ-કશ્મીર આરક્ષણ સંશોધન બિલ રજૂ કરશે. ગૃહમંત્રીના રૂપમાં અમિત શાહનું આ પહેલું બિલ હશે. આ પહેલા આ બિલને અધ્યાદેશના રૂપમાં લાગું કરવામાં આવ્યું હતું. જેને રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી હતી. નિયમો અનુસાર, આ બિલ લોકસભામાં ચર્ચામાં પ્રસ્તુત કરવામાં આવશે. જમ્મૂ અને કશ્મીર આરક્ષણ અધ્યાદેશ 2019એ કેન્દ્રીય કેબિનેટે 28 ફેબ્રુઆરી 2019ના દિવસે મંજૂરી આપી હતી.
બિલથી જમ્મૂ અને કશ્મીર આરક્ષણ વિધાયર 2004માં સંશોધન થશે જેમાં રાજ્યમાં સીમાની અંદર રહેતા લોકોને પણ વાસ્તવિક નિયંત્રણ રેખાના પાસેના ક્ષેત્રોમાં રહેતા લોકો જેટલી જ સુરક્ષા મળશે. આ બિલ જમ્મૂ અને કશ્મીરમાં આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામત આપવાના આધ્યાદેશની જગ્યા લેશે.
બિલથી જમ્મૂ-કશ્મીરના યુવાનોને ફાયદો થશે જે રાજ્ય સરકારની નોકરીઓ મેળવવા ઈચ્છે છે. આર્થિક રીતે કમજોર વર્ગો મટે 10 ટકા આરક્ષણને જાન્યુઆરી 2019માં 103માં સંવિધાન સંશોધનના માધ્યમથી લાગૂ પાડવામાં આવ્યું હતું,

