Sanjay Singh Suspended: શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું કે પીએમ મોદીએ સંસદના બન્ને સદનોમાં મણિપુર હિંસાને લઈને નિવેદન આપવું જોઈએ. આથી તેમની મોટપ હજી વધી જશે.
સંજય રાઉત (ફાઈલ તસવીર)
Sanjay Singh Suspended: શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું કે પીએમ મોદીએ સંસદના બન્ને સદનોમાં મણિપુર હિંસાને લઈને નિવેદન આપવું જોઈએ. આથી તેમની મોટપ હજી વધી જશે.
Parliament Monsoon Session: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહ (Sanjay Singh)ને આખા મૉનસૂન સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમના પર સદનની કાર્યવાહી બાધિત કરવાના આરોપ મૂકાયા છે. મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal)ની ફરિયાદ પર સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના સસ્પેન્શન પર શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) તરફથી પ્રતિક્રિયા આવી છે.
ADVERTISEMENT
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે (Sanjay Raut) સંજય સિંહ (Sanjay Singh) વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી મામલે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. સંજય રાઉતે કહ્યું, "સંજય સિંહજીનું સસ્પેન્શન સંવિધાનની વિરુદ્ધ છે. તેમનો ગુનો માત્ર એટલો હતો કે તેમણે વડડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુર ઘટના પર મૌન તોડવા માટે કહ્યું હતું. બીજેપી કહે છે કે પીએમ મોદીજી તો વિદેશમાં દેશના સર્વમાન્ય નેતા છે તો પછી તેમને સંસદમાં આવીને નિવેદન આપવામાં ડર કેમ લાગી રહ્યો છે."
વધી જશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) મોટપ - સંજય રાઉત (Sanjay Raut)
સંજય રાઉતે કહ્યું, "પીએ મોદીને સંસદમાં આવીને મણિપુર ઘટના પર નિવેદન આપવું જોઈએ. ઓછામાં ઓછી 10 મિનિટ જ સંસદમાં આવીને દેશને મણિપુર (Manipur) ઘટના પર માહિતી આપવી જોઈએ. 5 મિનિટ લોકસભા અને 5 મિનિટ રાજ્યસભામાં તો નિવેદન આપવું જ જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે સંજય સિંહનું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવે. સસ્પેન્શન કેમ કરવામાં આવ્યું? અમે વારંવાર સભાપતિનું ધ્યાન મણિપુર તરફ આકર્ષિત કરી રહ્યા હતા પણ તે સાંભળવા તૈયાર નહોતા. આથી અમારી પાસે તેમની સામે જઈને બોલવા સિવાય અન્ય કોઈ રસ્તો નહોતો. વડા પ્રધાનને ચર્ચા કરવા માટે આવામાં શું વાંધો છે? તે આવે છે તો તેમની મોટપ હજી વધી જશે."
આ કારણે સસ્પેન્ડ થયા સંજય સિંહ
જણાવવાનું કે આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) પણ સંજય સિંહના (Sanjay Singh) સસ્પેન્શન પર આકરી પ્રતિક્રિયા આપી છે. આપ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે અને પાર્ટીની લીગલ ટીમ આ મામલો જોશે. હકીકતે, પ્રશ્નકાળ દરમિયાન રાજ્યસભામાં મણિપુર હિંસાને લઈને ભારે હોબાળો થઈ રહ્યો હતો. મણિપુર હિંસા (Manipur) પર ચર્ચાની માગ કરતા સંજય સિંહ સભાપતિના આસન પાસે પહોંચી ગયા. ચેતવણી આપ્યા પછી પણ સંજય સિંહ પોતાની સીટ પર ગયા નહીં અને નારેબાજી કરતા રહ્યા.