સંસદનું ચોમાસુ સત્ર (Parliament Monsoon Session) 20 જુલાઈથી શરૂ થશે. કેન્દ્રીય સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશી (Pralhad Joshi)એ આ માહિતી આપી છે
ફાઇલ તસવીર
સંસદનું ચોમાસુ સત્ર (Parliament Monsoon Session) 20 જુલાઈથી શરૂ થશે. કેન્દ્રીય સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશી (Pralhad Joshi)એ આ માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરી માહિતી આપી છે કે, “સંસદનું ચોમાસુ સત્ર 20મી જુલાઈ 2023થી શરૂ થશે અને 11મી ઑગસ્ટ સુધી ચાલશે. તેમણે વધુમાં લખ્યું કે, “આ 23 દિવસના સત્રમાં કુલ 17 બેઠકો થશે. હું તમામ પક્ષોને વિનંતી કરવા માગુ છું સત્ર દરમિયાન સંસદના કાયદાકીય મુદ્દાઓ પર કામ કરવામાં અન્ય અને કાર્યોમાં રચનાત્મક યોગદાન આપે. ખાસ વાત એ છે કે આ ચોમાસુ સત્ર નવા સંસદભવનમાં ચાલશે.” PM નરેન્દ્ર મોદીએ 28 તારીખે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું હતું.
માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર આ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ રજૂ કરી શકે છે. UCC સંસદીય સમિતિને કાયદા સંબંધિત બિલ પણ મોકલી શકે છે. ચોમાસુ સત્રમાં વધુ ઘણા બિલો પસાર થવાની સંભાવના છે. આમાં નેશનલ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રી, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ એમેન્ડમેન્ટ બિલ રજૂ કરી શકાય છે.
ADVERTISEMENT
સત્રમાં હોબાળો થઈ શકે છે
આ વખતે પણ ચોમાસુ સત્રમાં ભારે હોબાળો થવાની સંભાવના છે. કેન્દ્ર સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા વટહુકમનો આમ આદમી પાર્ટી ઊગ્ર વિરોધ કરશે. કેટલાક વિરોધ પક્ષો આ મામલે AAPને સમર્થન આપી શકે છે. આ સાથે જ અરવિંદ કેજરીવાલ પણ વટહુકમ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. આ સિવાય યુનિફોર્મ સિવિલ કોડ પર પણ હોબાળો થઈ શકે છે.
3જી જુલાઈના રોજ બેઠક બોલાવવામાં આવી હતી
યુનિફોર્મ સિવિલ કોડ અંગે સાંસદોના અભિપ્રાય જાણવા માટે 3 જુલાઈએ સંસદીય સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. આ મુદ્દે લો કમિશન, લીગલ અફેર્સ ડિપાર્ટમેન્ટ અને લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ પર સામાન્ય લોકો પાસેથી સૂચનો માગવાના મુદ્દે કાયદા પંચ દ્વારા આ ત્રણ વિભાગોના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે યૂનિફૉર્મ સિવિલ કોડને લઈને શિવસેના (Shiv Sena) (યૂબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આથી હિંદુઓ અને મુસલમાન બન્નેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે. લૉ કમીશને સમાન નાગરિક સંહિતા (યૂસીસી)ને લઈને લોકો અને વિભિન્ન ધાર્મિક સંગઠનો પાસે વિચાર માગ્યા છે. આ દરમિયાન આને લઈને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે યૂનિફૉર્મ સિવિલ કોડનું સમર્થન કરીએ છીએ, પણ આથી બધાને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "જે પણ યૂસીસી લાવી રહ્યા છે તેમણે એ ન વિચારવું જોઈએ કે આમ કરવાથી માત્ર મુસલમાનોને મુશ્કેલી થશે પણ આમ કરવાથી હિંદુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. સાથે જ અનેક પ્રશ્નો ઉઠશે. ગોવધ પર કાશ્મીરથી કન્યાકુમારી સુધી બૅન મૂકવો પડશે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ પર્રિકર પોતે કહેતા હતા કે રાજ્યમાં ગાયની અછત છે તો આપણે આની આયાત કરવી પડશે."