NCBએ ગોવામાંથી ડ્રગ પેડલરને પકડ્યો:સુશાંતના મૃત્યુ સાથે સંલગ્નની શંકા
પ્રતીકાત્મક તસવીર
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ગોવામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી, જેની અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંલગ્ન ડ્રગ કેસના આરોપી સાથે કથિત રીતે સંડોવણી હોવાની શંકા છે એમ એનસીબીના અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું.
સપ્તાહના અંતે ગોવામાં હાથ ધરાયેલી શ્રેણીબંધ તપાસના ભાગ રૂપે એનસીબીએ આરોપી હેમંત સાહાની નોર્થ ગોવા જિલ્લામાં મોર્જિમ સ્થિત જગ્યાઓ પર દરોડા પાડીને એલએસડીના ૧૫ બ્લોટ્સ અને ૩૦ ગ્રામ ચરસ જપ્ત કર્યું હતું. મુખ્ય ડ્રગ પેડલરની ધરપકડ એક બીચ નજીકના મીરામાર ગામમાંથી કરવામાં આવી હતી.

