ઑક્સિજનની તંગીને લીધે મુખ્ય હૉસ્પિટલમાં મંગળવારે ૨૬ જણનાં મૃત્યુ થયાં
પ્રતીકાત્મક તસવીર
રાજ્ય સંચાલિત ગોવા મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલમાં મંગળવારે રાત્રે બપોરના ૨ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીમાં ઑક્સિજનની અછતને કારણે લગભગ ૨૬ કોવિડ-19 પેશન્ટનું મૃત્યુ થયું હોવાનું જણાવતાં રાજ્યના આરોગ્ય પ્રધાન વિશ્વજિત રાણેએ ગઈ કાલે જણાવ્યું હતું.
રાજ્યને લગભગ ૧૨૦૦ જમ્બો ઑક્સિજન સિલિન્ડર્સની આવશ્યકતા હતી, જેની સામે માત્ર ૪૦૦ સિલિન્ડર ઉપલબ્ધ કરાયાં હતાં. જોકે આ તમામ મૃત્યુ અને તેના કારણોની હાઈ કોર્ટ દ્વારા તપાસ કરવામાં આવશે, અેમ તેમણે ઉમેર્યું હતું અને અેવો પણ દાવો કર્યો હતો કે લગભગ દરેક સવારે આ હૉસ્પિટલમાં મૃત્યુ થાય છે.

