નવી પ્રણાલીમાં પૅન કાર્ડનો નંબર બદલાઈ જવાનો નથી એથી જૂનાં પૅન કાર્ડ પણ માન્ય રહેશે.
પૅન કાર્ડ
કેન્દ્ર સરકારે મંગળવારે પૅન (પર્મનન્ટ અકાઉન્ટ નંબર-PAN) કાર્ડમાં અપગ્રેડેશનની સાથે QR કોડ ધરાવતાં નવાં પૅન કાર્ડ ટૅક્સપેયર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે એવી જાહેરાત કરી હતી, પણ ગઈ કાલે નાણામંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પૅન 2.0માં પણ હાલનાં પૅન કાર્ડ માન્ય રહેશે. હાલના પૅન કાર્ડધારકો જ્યાં સુધી અપગ્રેડેશન કે કોઈ કરેક્શન માટે અરજી નહીં આપે ત્યાં સુધી એ માન્ય રહેશે. QR કોડ ધરાવતાં પૅન કાર્ડ ૨૦૧૭-’૧૮થી અમલી બન્યાં છે અને પૅન કાર્ડ 2.0માં પણ એ માન્ય રહેશે. નવી વ્યવસ્થામાં એમાં નવાં ફીચર્સનો ઉમેરો કરવામાં આવશે. નવી પ્રણાલીમાં પૅન કાર્ડનો નંબર બદલાઈ જવાનો નથી એથી જૂનાં પૅન કાર્ડ પણ માન્ય રહેશે.