તદુપરાંત આ બનાવમાં નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી મારફત તપાસની માગણી પણ કરી હતી.
ગઈ કાલે કર્ણાટક વિધાનસભામાં બીજેપીના વિધાનસભ્યોએ તિરંગા સાથે કૉન્ગ્રેસનો વિરોધ કર્યો હતો.
બૅન્ગલોર : કૉન્ગ્રેસના સૈયદ નાસિર હુસેન રાજ્યસભામાં વિજયી થતાં તેમના ટેકેદારોએ વિધાનસભાના કૉરિડોરમાં પાકિસ્તાન ઝિંદાબાદનાં સૂત્રો પોકાર્યાંના બીજા દિવસે બીજેપીએ બુધવારે રાજ્યમાં પાકિસ્તાન તરફી અને ભારત વિરોધી તત્ત્વોને રક્ષણ પૂરું પાડવા બદલ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કૉન્ગ્રેસ સરકારના રાજીનામાની માગણી કરી હતી. તદુપરાંત આ બનાવમાં નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી મારફત તપાસની માગણી પણ કરી હતી.
વિધાનસભામાં શોરબકોર ભર્યાં દૃશ્યો સર્જાયાં હતાં અને બીજેપી તથા કૉન્ગ્રેસના સભ્યો એક તબક્કે તો મુક્કાબાજી ઉપર ઊતરી આવ્યા હતા. ગૃહપ્રધાન જી. પરમેશ્વરને વિધાનસભામાં જણાવ્યું હતું કે પોલીસે કેસ નોંધ્યો છે અને એફએસએલ રિપોર્ટમાં એ વાત પુરવાર થશે કે એક ટેકેદારે પકિસ્તાન તરફી સૂત્રો પોકાર્યા હતા તો પગલાં લેવામાં આવશે.
ADVERTISEMENT
વિરોધ પક્ષના નેતા આર. અશોકે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે કહેવાતા બનાવમાં સંડોવાયેલા આરોપીને સરકાર રક્ષણ આપી રહી છે અને ન તો કોઈની ધરપકડ કરવામાં આવી છે કે ન તો કોઈ તપાસ શરૂ કરવામાં આવી છે. મતો માટે લઘુમતી કોમને ખુશ કરવા સરકારની નિષ્ક્રિયતાને અશોકે વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે હુસેને સુધ્ધાં આ બનાવને વખોડ્યો નહોતો અને આ બનાવ બાબતે પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે તેમણે તેમની પર હુમલો કર્યો હતો. નવા ચૂંટાયેલા સંસદસભ્યને કૉન્ગ્રેસે સસ્પેન્ડ કરવા જોઈએ,
એવી માગણી અશોક દ્વારા કરવામાં આવી હતી.