રાષ્ટ્રપતિએ આ વર્ષના પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ૧૦૬ પદ્મ અવૉર્ડ્સ વિજેતાઓનાં નામને મંજૂરી આપી હતી
નવી દિલ્હીમાં ગઈ કાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ અવૉર્ડ્સ ૨૦૨૩ સેરેમની દરમ્યાન પ્લેબૅક સિંગર સુમન કલ્યાણપુરને પદ્મભૂષણ અવૉર્ડ એનાયત કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. તસવીર પી.ટી.આઇ.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસ. એમ. ક્રિષ્ના, જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા અને જાણીતાં પ્લેબૅક સિંગર સુમન કલ્યાણપુરને પદ્મ અવૉર્ડ્સ એનાયત કર્યા હતા.
ઉપરાંત ગયા વર્ષે અવસાન પામેલા અબજોપતિ સ્ટૉક માર્કેટ ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાનું મરણોપરાંત સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ આ વર્ષના પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ૧૦૬ પદ્મ અવૉર્ડ્સ વિજેતાઓનાં નામને મંજૂરી આપી હતી, જેમાંથી ગઈ કાલે ૫૦થી વધુ લોકોને પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી અવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
જાણીતા આર્કિટેક્ટ બાલક્રિષ્ન દોષી (મરણોપરાંત)ની પણ પદ્મવિભૂષણ અવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.
ભારતીય ગ્રામેટિક થિયરીઝ અને મૉડલ્સ પરની બુક્સ માટે જાણીતા દિલ્હી સ્થિત પ્રોફેસર કપિલ કપૂર, આધ્યાત્મિક લીડર કમલેશ ડી. પટેલ તેમ જ સુમન કલ્યાણપુરને પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા.