રાષ્ટ્રપતિએ આ વર્ષના પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ ૧૦૬ પદ્મ અવૉર્ડ્સ વિજેતાઓનાં નામ મંજૂર કર્યાં હતાં
રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી અવૉર્ડથી સ્વીકારી રહેલા મ્યુઝિક કમ્પોઝર એમએમ કીરવાની
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવ અને ઓઆરએસ (ઓરલ રિહાઇડ્રેશન સૉલ્યુશન) માટે દુનિયાભરમાં જાણીતા મેડિકલ પ્રોફેશનલ દિલીપ મહલનબિસને ગઈ કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મવિભૂષણ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત આ ફંક્શનમાં લેખિકા અને ફિલાન્થ્રોપિસ્ટ સુધા મૂર્તિ, ફિઝિસિસ્ટ દીપક ધાર, નવલકથાકાર એસએલ ભયરપ્પા અને વેદિક સ્કોલર ત્રિદંદી ચિન્ના જિયર સ્વામીજીને પદ્મભૂષણ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મુલાયમ સિંહ વતીથી તેમના દીકરા અખિલેશ યાદવે અવૉર્ડ સ્વીકાર્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડા તેમ જ અનેક કેન્દ્રીય પ્રધાનો ફન્ક્શનમાં હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિએ આ વર્ષના પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ ૧૦૬ પદ્મ અવૉર્ડ્સ વિજેતાઓનાં નામ મંજૂર કર્યાં હતાં. ગઈ કાલે ૫૩ અવૉર્ડ વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ પદ્મવિભૂષણ, પાંચ પદ્મભૂષણ અને ૪૫ પદ્મશ્રી સામેલ છે.
ADVERTISEMENT
નવી દિલ્હીમાં ગઈ કાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ અવૉર્ડ્સ ૨૦૨૩ સેરેમની દરમ્યાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પોતાના પિતા મુલાયમ સિંહ યાદવ વતી પદ્મવિભૂષણ સ્વીકારતા અખિલેશ યાદવ.
વી દિલ્હીમાં ગઈ કાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ અવૉર્ડ્સ ૨૦૨૩ સેરેમની દરમ્યાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મભૂષણ અવૉર્ડ સ્વીકારતાં ફિલાન્થ્રોપિસ્ટ સુધા મૂર્તિ
રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી અવૉર્ડથી સ્વીકારી રહેલા રવીના ટંડન .