હવે બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંશોધકોનો દાવો
પ્રતીકાત્મક તસવીર
વારાણસીની બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના સંશોધકોના જણાવ્યા પ્રમાણે ભારતમાં નિર્મિત કોવૅક્સિન લીધાના એક વર્ષ પછી ૩૦ ટકા લોકોને હેલ્થને લગતી સમસ્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે. BHUના સંશોધકોએ રસી લીધાના એક વર્ષ પછી આરોગ્ય પર થયેલી અસર વિશેના અભ્યાસમાં કુલ ૯૨૬ લોકોને સામેલ કર્યા હતા જેમાંથી ૫૦ ટકા લોકોએ વાઇરલ સહિતનાં ઇન્ફેક્શન થયા હોવાનું સ્વીકાર્યું હતું, જ્યારે રસી લેનાર ૧ ટકા લોકોને સ્ટ્રોક તથા ગુલિયન-બૅર સિન્ડ્રૉમ (વાઇરલ ઇન્ફેક્શનના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવી)ની સમસ્યા થઈ હતી. થોડા સમય પહેલાં જ બ્રિટિશ કંપની ઍસ્ટ્રાઝેનેકાએ એની કોવિડ વૅક્સિનથી બ્લડ-ક્લૉટિંગ, પ્લેટલેટ્સ ઘટી જવા જેવી સાઇડ-ઇફેક્ટ્સ થતી હોવાનું સ્વીકાર્યું હતું. ભારતમાં આ વૅક્સિન કોવિશીલ્ડના નામે બનાવવામાં આવી હતી.