Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧૦૦ જણને હાર્ટ-અટૅક આવ્યો, પણ મહાકુંભની હૉસ્પિટલે બધાને બચાવી લીધા

૧૦૦ જણને હાર્ટ-અટૅક આવ્યો, પણ મહાકુંભની હૉસ્પિટલે બધાને બચાવી લીધા

Published : 23 January, 2025 09:37 AM | Modified : 23 January, 2025 09:44 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૮૩ ક્રિટિકલ દરદીઓને ICUમાં સારવાર મળી, ૫૮૦ દરદીઓ પર નાનકડી સર્જરી પણ થઈ

કુંભ મેળામાં આવેલી હોસ્પિટલ

મહાકુંભ ડાયરી

કુંભ મેળામાં આવેલી હોસ્પિટલ


મહાકુંભમાં ભાગ લેવા આવેલા ૧૦૦ જેટલા ભાવિકોને હાર્ટ-અટૅક આવતાં તેમને તાત્કાલિક સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ૧૮૩ ક્રિટિકલ દરદીઓને ઇન્ટેન્સિવ કૅર યુનિટ 
(ICU)માં સારવાર આપવામાં આવી છે. આશરે ૫૮૦ દરદીઓ પર નાનકડી સર્જરી પણ કરવામાં આવી હતી. મહાકુંભમાં ૧,૭૦,૭૨૭ બ્લડ-ટેસ્ટ કરવામાં આવી છે અને ૧,૦૦,૯૯૮ લોકોએ આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD) સુવિધાનો ઉપયોગ કર્યો છે. આ આંકડા ગઈ કાલે જાહેર કરવામાં આવ્યા હતા.


મહાકુંભમાં આધુનિક સુવિધા અને ઉપકરણો સાથેની સેન્ટ્રલ હૉસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, જેમાં મહાકુંભમાં આવનારા લાખો ભાવિકોને સારવાર આપવાની સુવિધા ઉપલબ્ધ છે. 
આ સેન્ટ્રલ હૉસ્પિટલમાં જનરલ મેડિસિન, ડેન્ટલ સર્જરી, હાડકાંના ડૉક્ટર, ગાયનેકોલૉજિસ્ટ અને બાળ રોગ નિષ્ણાતો પણ સારવાર આપવા ઉપલબ્ધ છે. એમાં ૧૦ ICU બેડ છે. દરદીઓ પર નજર રાખવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી સજ્જ કૅમેરા લગાવવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2025 09:44 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK