આ બોર્ડે એક લેટરમાં ભારતીય સંસ્કૃતિ અને રૂરલ ઇકૉનૉમીમાં ગાયના મહત્ત્વ વિશે જણાવ્યું હતું
વૅલેન્ટાઇન્સ ડેના દિવસને કાઉ હગ ડે તરીકે સેલિબ્રેટ કરવાની અપીલ બાદ સોશ્યલ મીડિયા પર એની ચર્ચા થઈ રહી છે, લોકો મજેદાર ફોટોગ્રાફ્સ પોસ્ટ કરી રહ્યા છે.
નવી દિલ્હી : ઍનિમલ વેલ્ફેર બૉર્ડ ઑફ ઇન્ડિયાએ ૧૪ ફેબ્રુઆરીએ વૅલેન્ટાઇન્સ ડેના દિવસને કાઉ હગ ડે તરીકે સેલિબ્રેટ કરવાની લોકોને અપીલ કરી છે. આ બોર્ડે એક લેટરમાં ભારતીય સંસ્કૃતિ અને રૂરલ ઇકૉનૉમીમાં ગાયના મહત્ત્વ વિશે જણાવ્યું હતું. આ લેટર હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એક બાજુ બીજેપીના નેતાઓ આ પહેલનું સ્વાગત કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ વિપક્ષોના નેતાઓનો આરોપ છે કે રિયલ મુદ્દાઓથી ધ્યાન બીજે ખેંચવા માટે આમ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Cow Hug Day કે વેલેન્ટાઈન ડે? `14 ફેબ્રુઆરીએ ઉજવો કાઉ ડે` કેન્દ્રની જનતાને અપીલ
ADVERTISEMENT
બીજેપીના સંસદસભ્ય વિજયપાલ સિંહ તોમરે કહ્યું હતું કે ‘ગાયને હગ કરવાથી વ્યક્તિ કૃષિની સાથે કનેક્ટ થાય છે. એટલા માટે હું આ અપીલનું સ્વાગત કરું છું.’ જોકે તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા સાંતનુ સેને આરોપ મૂક્યો હતો કે ‘રિયલ મુદ્દાઓથી ધ્યાન હટાવવા માટે સ્યુડો હિન્દુવાદ અને સ્યુડો દેશભક્તિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.’
કૉન્ગ્રેસના સંસદસભ્ય રજની પાટીલે કહ્યું હતું કે ‘કાઉ હગ ડે માત્ર બેરોજગારી, અદાણી, મોંઘવારી અને આતંકવાદ જેવા મુદ્દાઓથી ધ્યાન હટાવવાની કોશિશ છે.’