Opposition Meeting News: આ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે 23 જૂનના પટનામાં વિપક્ષી દળોની બેઠક બોલાવી હતી, જેમાંથી 15 વિપક્ષી દળો સામેલ આપ્યા હતા.
સોનિયા ગાંધી (ફાઈલ તસવીર)
Opposition Meeting News: આ પહેલા બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતીશ કુમારે 23 જૂનના પટનામાં (Patna) વિપક્ષી દળોની બેઠક બોલાવી હતી, જેમાંથી 15 વિપક્ષી દળો સામેલ આપ્યા હતા.
કૉંગ્રેસ (Congress) તરફથી બોલાવવામાં આવેલી વિપક્ષી દળોની બેઠક માટે 24 પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં આમ આદમી પાર્ટી પણ સામેલ છે. કૉંગ્રેસે આપને પણ કૉલ કરીને મીટિંગમાં સામેલ થવા માટે બોલાવ્યા છે. 18 જુલાઈના બેંગ્લુરુમાં મીટિંગ થશે અને તેના એક દિવસ પહેલા ડિનર રાખવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આવતા વર્ષ 2024માં થનારી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવા માટે વિપક્ષી દળોને એકઠા કરવાના હેતુથી બેઠક કરવામાં આવી રહી છે. આ પહેલા બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ પ્રમુખ નીતીશ કુમારે 23 જૂનના પટનામાં વિપક્ષી દળોની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં 15 પાર્ટીઓએ ભાગ લીધો હતો.
આ પાર્ટીઓને પણ મોકલવામાં આવ્યું નિમંત્રણ
એક ન્યૂઝ એજન્સીના રિપૉર્ટ પ્રમાણે, સૂત્રોએ દાવો કર્યો કે આ વખતની મીટિંગમાં 8 વધુ પાર્ટીઓ સામેલ થવાની છે. મીટિંગ માટે મરુમાલારચી દ્રવિડ મુનેત્ર કાજગમ (MDMK), કોંગૂ દેસા મક્કલ કાટચી (KDMK), વિદુથલાઈ ચિરુથૈગલ કાટચી (VCK), રેવોલ્યૂશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (RSP), ઑલ ઈન્ડિયા ફૉર્વર્ડ બ્લૉક, ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ, કેરળ કૉંગ્રેસ (જોસેફ) અને કેરળ કૉંગ્રેસ (મની)ને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
ખડગેએ કહ્યું કે, સફળ રહી હતી આ પહેલાની બેઠક
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી દળોને મીટિંગ માટે આમંત્રિત કરતા કહ્યું કે છેલ્લી બેઠક સફળ થઈ હતી અને અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ પ્રકારની ચર્ચાઓ આગળ પણ થતી રહે એ પણ એટલું જ મહત્વનું છે.
પટનામાં થયેલી મીટિંગમાં આપ તરફથી દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને રાઘવ ચડ્ઢા સામેલ થયા હતા. આ દરમિયાન, કેજરીવાલે દિલ્હીમાં અધિકારીઓનું પોસ્ટિંગ અને ટ્રાન્સફર સાથે જોડાયેલા કેસમાં કેન્દ્રના અધ્યાદેશનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં 17-18 જુલાઈના કૉંગ્રેસની મેજબાનીમાં વિપક્ષી દળોની બીજી બેઠક થવાની છે. આ બેઠકમાં ઓછામાં ઓછા 24 રાજનૈતિક દળોના મોટા નેતાઓના ભાગ લેવાની શક્યતા છે. ન્યૂઝ એજન્સીના સૂત્રો પ્રમાણે, 2024ની લોકસભા ચૂંટણી પહેલા બીજેપી વિરુદ્ધ બનતા મોરચાના સમર્થનમાં 8 નવી પાર્ટીઓ પણ આગળ આવી છે. સૂત્રોએ જણાવ્યું કે બિહારની રાજધાની પટનામાં થયેલી વિપક્ષી દળોની બેઠક બાદ બેંગ્લુરુમાં જ થતી બીજી બેઠકમાં ઓછામાં ઓછી 24 પાર્ટીઓ ભાગ લેશે.
બીજેપીના 2 જૂના સાથીદારો હવે વિપક્ષ સાથે
જે રાજનૈતિક પાર્ટીઓના આ બેઠકમાં ભાગ લેવાની ચર્ચા થઈ રહી છે તેમાં એમડીએમકે, કેડીએમકે, વીસીકે, આરએસપી, ઑલ ઈન્ડિયા યૂનિયન મુસ્લિમ લીગ, કેરળ કૉંગ્રેસ સામેલ છે.