કંપનીએ હવે એનું નવું વર્ઝન લૉન્ચ કર્યું છે, જેને ચૅટજીપીટી પ્લસ અથવા ચૅટજીપીટી-4 તરીકે ઓળખે છે જે જીપીટી-3 અને જીપીટી-3.5 કરતાં વધુ સારી અને આધુનિક હોવાનું જણાવવામાં આવ્યું છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
નવી દિલ્હી : ઓપન એઆઇએ ગયા વર્ષે ચૅટજીપીટી લૉન્ચ કર્યું હતું જેણે એક ક્રાન્તિ જ લીવી દીધી છે. ચારે તરફ ચૅટબોટ્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની ચર્ચા થઈ રહી છે. કંપનીએ હવે એનું નવું વર્ઝન લૉન્ચ કર્યું છે, જેને ચૅટજીપીટી પ્લસ અથવા ચૅટજીપીટી-4 તરીકે ઓળખે છે જે જીપીટી-3 અને જીપીટી-3.5 કરતાં વધુ સારી અને આધુનિક હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ માત્ર ચૅટજીપીટી પ્લસના સબસ્ક્રિપ્શન લેનાર યુઝર એનો ઉપયોગ કરી શકે છે. ચૅટજીપીટી-4 ઈ-મેઇલ લખવા, કોડ રિવ્યુ કરવા, મૅથ્સની સમસ્યા દૂર કરવા જેવાં માણસ જેવાં જ કામો સરળતાથી કરી શકે છે.