ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ આ દરમિયાન એક દુ:ખદ ઘટના સામે આવી છે.
અવતાર ફિલ્મ
જેમ્સ કેમેરોનની વર્ષ 2022ની બહુપ્રતિક્ષિત ફિલ્મ `અવતારઃ ધ વે ઓફ વોટર` (Avatar: The Way Of Water) શુક્રવારે વૈશ્વિક સ્તરે રિલીઝ થઈ હતી. ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મના VFX સહિતની તમામ ટેકનોલોજી દર્શકોના હોંશ ઉડાવી રહી છે. તે જ સમયે, શરૂઆતના દિવસે મળેલા જોરદાર પ્રતિસાદ વચ્ચે `અવતાર 2` સાથે જોડાયેલા આશ્ચર્યજનક સમાચાર આવ્યા છે. હકીકતમાં આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લાના પેદ્દાપુરમ શહેરમાં ફિલ્મ `અવતાર 2` જોતી વખતે એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.
ફિલ્મ જોતી વખતે હાર્ટ એટેક આવ્યો
નોંધનીય છે કે લક્ષ્મીરેડ્ડી શ્રીનુ તેમના ભાઈ રાજુ સાથે `અવતારઃ ધ વે ઓફ વોટર` જોવા પેદ્દાપુરમ ગયા હતા. આ દરમિયાન શ્રીનુ ફિલ્મની વચ્ચે પડી ગયા. તેના નાના ભાઈ રાજુ તેને તરત જ પેદ્દાપુરમની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ડૉકટરોએ શ્રીનુને મૃત જાહેર કર્યા. મૃતક લક્ષ્મીરેડ્ડી શ્રીનુ કેને એક પુત્ર અને એક પુત્રી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: હર્ષવર્ધન રાણે કેમ્પર વૅનમાં રહેનાર ભારતના પ્રથમ અભિનેતા બન્યા
2010માં તાઈવાનમાં પણ `અવતાર` જોતી વખતે ઘટી હતી આવી ઘટના
તાઈવાનમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. હકીકતમાં, વર્ષ 2010માં રિલીઝ થયેલો પહેલો ભાગ `અવતાર` જોતી વખતે અહીં એક 42 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ અહેવાલ ફ્રાન્સ પ્રેસ એજન્સીમાં પ્રકાશિત થયો હતો. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરનો ઇતિહાસ હતો. ડોક્ટરોએ કહ્યું હતું કે ફિલ્મ જોતી વખતે વધારે ઉત્તેજનાથી તેના હાઈ બ્લડ પ્રેશર ના લક્ષણો જોવા મળ્યા હતા.