વન નેશન, વન ઇલેક્શનના બિલને ચાર દિવસ પહેલાં કેન્દ્રીય કૅબિનેટે મંજૂરી આપ્યા બાદ કેન્દ્ર સરકારે આ બિલને લોકસભામાં રજૂ કરવાનો નિર્ણય લીધો છે.
અર્જુન રામ મેઘવાલ
વન નેશન, વન ઇલેક્શનના બિલને ચાર દિવસ પહેલાં કેન્દ્રીય કૅબિનેટે મંજૂરી આપ્યા બાદ કેન્દ્ર સરકારે આ બિલને લોકસભામાં રજૂ કરવાનો નિર્ણય લીધો છે. આથી આવતી કાલે કેન્દ્રીય કાનૂન અને ન્યાયપ્રધાન અર્જુન રામ મેઘવાલ આ બિલ લોકસભામાં રજૂ કરશે. બીજું એક બિલ દિલ્હી, પુડુચેરી અને જમ્મુ ઍન્ડ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી એકસાથે કરવા માટે રજૂ કરવામાં આવશે. સરકારે ૨૦૩૪ સુધીમાં દેશભરમાં લોકસભા અને વિધાનસભાની તમામ ચૂંટણી એકસાથે યોજવાનું પ્લાનિંગ કર્યું છે.