શનિવારે રાતે આ કોચિંગ ક્લાસના બેઝમેન્ટમાં આવેલી લાઇબ્રેરીમાં ૧૨ ફુટ સુધી પાણી ભરાઈ જવાને લીધે ત્રણ વિદ્યાર્થીઓનો મૃત્યુ થયાં હતાં.
જળબંબાકાર
ગઈ કાલે રાતે દિલ્હી-NCR (નૅશનલ કૅપિટલ રીજન)માં જોરદાર વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં તેમ જ ઠેર-ઠેર ટ્રાફિક-જૅમ પણ થઈ ગયો હતો. વેધશાળાએ ગઈ કાલે રાતે વરસાદની રેડ-અલર્ટ જાહેર કરી હતી. એક જ કલાકમાં સેન્ટ્રલ દિલ્હીમાં ૧૧૨ મિલીમીટર વરસાદ ખાબક્યો હતો. માત્ર એક કલાકમાં જો આટલો વરસાદ પડે તો એને આભ ફાટ્યું કહેવાય, પણ વેધશાળા તરફથી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી.
ગઈ કાલે ફરી એક વાર દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં આવેલા રાવ’સ ઇન્ડિયન IAS સ્ટડી સર્કલની બહારના રસ્તા પર જબરદસ્ત પાણી ભરાઈ ગયાં હતાં. શનિવારે રાતે આ કોચિંગ ક્લાસના બેઝમેન્ટમાં આવેલી લાઇબ્રેરીમાં ૧૨ ફુટ સુધી પાણી ભરાઈ જવાને લીધે ત્રણ વિદ્યાર્થીઓનો મૃત્યુ થયાં હતાં.