Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઓમર અબ્દુલ્લાએ હિંદૂ નેતાને બનાવ્યા ડેપ્યુટી સીએમ, કોણ છે સુરેન્દ્ર કુમાર?

ઓમર અબ્દુલ્લાએ હિંદૂ નેતાને બનાવ્યા ડેપ્યુટી સીએમ, કોણ છે સુરેન્દ્ર કુમાર?

Published : 16 October, 2024 04:10 PM | Modified : 16 October, 2024 04:24 PM | IST | Jammu-Kashmir
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે કૉંગ્રેસ કેબિનેટથી બહાર નથી. તેમણે કહ્યું, "આ તેમણે નક્કી કરવાનું છે અને તેમની સાથે અમારી ચર્ચા ચાલી રહી છે. હું મંત્રી પરિષદના બધા 9 ખાલી પદ નહીં ભરું. થોડાંક પદ ખાલી છોડી દેવામાં આવશે.

ઓમર અબ્દુલ્લાહ

ઓમર અબ્દુલ્લાહ


ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે કૉંગ્રેસ કેબિનેટથી બહાર નથી. તેમણે કહ્યું, "આ તેમણે નક્કી કરવાનું છે અને તેમની સાથે અમારી ચર્ચા ચાલી રહી છે. હું મંત્રી પરિષદના બધા 9 ખાલી પદ નહીં ભરું. થોડાંક પદ ખાલી છોડી દેવામાં આવશે, કારણકે અમારી કૉંગ્રેસ સાથે વાતચીત ચાલી રહી છે... કૉંગ્રેસ અને એનસી વચ્ચે બધું બરાબર છે."


જમ્મૂ અને કાશ્મીરમાં ઓમર અબ્દુલલ્લાએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી લીધા છે. બુધવારે શપથ લેનારામાં એક નિર્દળીય સહિત 6 વિધેયક સામેલ રહ્યા. ખાસ વાત એ છે કે નેશનલ કૉન્ફ્રેન્સે રાજ્યના ઉપમુખ્યમંત્રી હિંદુ વિધેયક સુરેન્દ્ર કુમારને બનાવ્યા છે. તો, અત્યાર સુધી સરકારમાં કૉંગ્રેસની ભૂમિકા સ્પષ્ટ થઈ શકી નથી. અબ્દુલ્લાએ કહ્યું હતું કે કેબિનેટમાં જગ્યાને લઈને કૉંગ્રેસ સાથે વાતચીત ચાલી રહી છે. માહિતી છે કે કૉંગ્રેસે NC સરકારને બહારથી સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.



6 વિધેયકો બન્યા મંત્રી
સુરેન્દ્ર કુમાર ચૌધરી- એનસીના 2 હિન્દૂ વિધેયકોમાંથી એક ચૌધરીને કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જમ્મૂમાં ક્ષેત્રીય સંતુલન જાળવી રાખવા માટે તેમની પસંદગી કરવામાં આવી છે. ચૌધરીએ જમ્મૂના રાજૌરી જિલ્લાના નૌશેરા સીટ પરથી જીત હાંસલ કરી છે. NC માટે ચૌધરીની જીત એ કારણસર પણ મહત્વની છે, કારણકે તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિંદ્ર રૈનાને મોટા અંતરે માત આપી છે. 56 વર્ષીય ચૌધરીને જમીન સાથે ખૂબ જ જોડાયેલા માનવામાં આવે છે.


સકીના ઇટુ- ઇતુ દમહાલ હાંજીપુરી (અગાઉના નૂરનાદ)થી ત્રીજી વખત ધારાસભ્ય છે. તેઓ એનસીના બે મહિલા ધારાસભ્યોમાંથી એક છે. ખાસ વાત એ છે કે ઇતુએ પોતાના રાજકીય કાર્યકાળ દરમિયાન અનેક વખત જીવલેણ હુમલાનો સામનો પણ કર્યો છે. 26 વર્ષની ઉંમરે તેઓ પ્રથમ વખત ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા.

જમ્મુ જિલ્લાની છાંબ બેઠક પરથી જીતેલા સતીશ શર્મા- શર્મા 7 અપક્ષ ધારાસભ્યોમાંથી એક છે. ખાસ વાત એ છે કે 42 વર્ષીય શર્મા એનસી સરકારમાં સૌથી યુવા મંત્રી બનવા જઈ રહ્યા છે. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. ચૂંટણી જીત્યા બાદ તેમણે એનસીને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.


જાવેદ અહેમદ રાણા- મેંધર બેઠક પરથી જીતેલા રાણાએ પણ અબ્દુલ્લા સરકારમાં જગ્યા બનાવી છે. 61 વર્ષીય રાજનેતા આ બેઠક પરથી સતત બીજી વખત ચૂંટણી જીત્યા છે. અહીં તેમણે 2014માં પીડીપીના ઉમેદવાર અને 2024માં ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. વ્યવસાયે વકીલ રાણાએ 2002માં પ્રથમ ચૂંટણી જીતી હતી.

જાવેદ અહેમદ ડાર- રફિયાબાદના ધારાસભ્ય ડારને પણ મંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા છે. તેમણે ઉત્તર કાશ્મીરની આ બેઠક પરથી પોતાની પાર્ટીના ઉમેદવાર યાવર મીરને હરાવ્યા છે. આ પહેલા પણ 2008માં ચૂંટણી જીત્યા બાદ તેઓ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે કેબિનેટમાં સ્થાન મેળવનાર ઉત્તર કાશ્મીરના ડાર એકમાત્ર ધારાસભ્ય છે.

કૉંગ્રેસ વિશે શું
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા અબ્દુલ્લાએ કહ્યું કે કૉંગ્રેસ કેબિનેટમાંથી બહાર નથી. તેમણે કહ્યું, `તેઓએ નક્કી કરવાનું છે અને અમે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છીએ. હું મંત્રી પરિષદની તમામ 9 ખાલી જગ્યાઓ ભરીશ નહીં. કેટલીક ખાલી જગ્યાઓ બાકી રહેશે, કારણ કે અમે કૉંગ્રેસ સાથે વાતચીત કરી રહ્યા છીએ. કૉંગ્રેસ અને એનસી વચ્ચે બધુ બરાબર છે.

તેમણે કહ્યું, `જો આવું ન થયું હોત તો ખડગે જી, રાહુલ જી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અહીં ન આવ્યા હોત. તેમની હાજરી દર્શાવે છે કે ગઠબંધન મજબૂત છે અને અમે લોકો માટે કામ કરીશું. તાજેતરમાં જ સંપન્ન થયેલ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે 6 બેઠકો અને એનસીએ 42 બેઠકો જીતી હતી.

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2024 04:24 PM IST | Jammu-Kashmir | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK