Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Train Crash: બાલાસોર અકસ્માતમાં ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ, આજે PM જશે ઓરિસ્સા

Train Crash: બાલાસોર અકસ્માતમાં ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ, આજે PM જશે ઓરિસ્સા

Published : 03 June, 2023 01:13 PM | IST | Odisha
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતીય રેલવેના પ્રવક્તા અમિતાભ શર્માએ કહ્યું, બચાવ અભિયાન પૂરું થઈ ગયું છે. હવે, મેઈન્ટેનન્સનું કામ શરૂ કરી રહ્યા છે. કવચ આ માર્ગે નહોતું.

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)


કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને બીજેપી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી બાલાસોરમાં રેલ દુર્ઘટનાસ્થળે પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. સ્થાનિક લોકો, પ્રશાસન, NDRF, સેના બધા મળીને રાહત તેમ જ બચાવ કાર્યમાં લાગેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અહીં આવશે અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરશે. તે હૉસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્તો સાથે મુલાકાત પણ કરશે. વડાપ્રધાને કહ્યું કે અમુક ટેક્નિકલ કારણે આ ઘટના ઘટી. રેલ વિભાગે આની તપાસ માટે કમિટી બનાવી છે. રેલ મંત્રી અહીં ઘટનાસ્થળે સવારથી હાજર છે, તે આ વિષયને પોતે જોઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બાલાસોરથી બીજેપી સાંસદ પ્રતાપ સારંગીએ બાલાસોરના હૉસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત પણ કરી.


ઓડિશાના (Odisha) બાલાસોરમાં ગઈ કાલે સાંજે ત્રણ ટ્રેનો દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. બગનાગા રેલવે સ્ટેશન પાસે ભીષણ રેલ અકસ્માતમાં 233 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 900થી વધુ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને વિભિન્ન હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે તપાસ દક્ષિણ પૂર્વી સર્કિલના રેલવે સેફ્ટી કમિશનરના નેતૃત્વમાં કરવામાં આવશે. જણાવવાનું કે રેલવે સુરક્ષા કમિશનર નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કામ કરે છે અને એવામાં દરેક અકસ્માતની તપાસ કરે છે.



ઈન્ડિયન રેલવેના (Indian Railway) એક પ્રવક્તાએ કહ્યું, એ.એમ. ચૌધરી, સીઆરએસ, એસઈ સર્કલ, દુર્ઘટનાની તપાસ કરશે. તેમણે એ પણ કહ્યું કે માર્ગ પર એન્ટી-ટ્રેન ટક્કર પ્રણાલી `કવચ` ઉપલબ્ધ નહોતા. જો કે, આ સ્પષ્ટ નથી કે દુર્ઘટનાનું કારણ શું હતું, સૂત્રોએ શક્ય સિગ્નલિંગ ફેલ્યોરના સંકેત આપ્યા.


આ દરમિયાન, ઈન્ડિયન રેલવેના પ્રવક્તા અમિતાભ શર્માએ કહ્યું, બચાવ અભિયાન પૂરું થઈ ગયું છે. હવે, અમે મેઈન્ટેનન્સનું કામ શરૂ કરી રહ્યા છીએ. કવચ આ માર્ગ પર નહોતું. માહિતી પ્રમાણે, રેલવે પોતાના આખા નેટવર્કમાં કવચ (એન્ટી-ટ્રેન ટક્કર પ્રણાલી) સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે.

આ પણ વાંચો : ૧૦ વખત ખોટી રીતે સ્પર્શ કર્યો, વિરોધ કર્યો તો ધમકી આપી


શું છે કવચ?
કવચ તે સમયે અલર્ટ કરે છે જ્યારે લોકો પાયલટ કોઈ સિગ્નલ (સિગ્નલ પાસ્ડ એટ ડેન્જર - એસપીએડી)ને પાર કરે છે, જે ટ્રેન અથડામણોનું મુખ્ય કારણ છે. આ સિસ્ટમ લોકો પાયલટને અલર્ચ કરી શકે છે. બ્રેક પર નિયંત્રણ કરી શકે છે, બ્રેક પર નિયંત્રણ કરી શકે છે. આની સાથે જ આ ટ્રેનને નિર્ધારિત અંતરની વચ્ચે તે જ લાઈન પર બીજી ટ્રેનને નોટિસ કરતા ટ્રેનને ઑટોપાયલટ રીતે અટકાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2023 01:13 PM IST | Odisha | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK