સુદર્શન પટનાઈકે આ સ્પર્ધામાં ૧૦ ફુટની ગણેપતિબાપ્પાની મૂર્તિ બનાવી હતી. વિશ્વશાંતિની થીમ પર તેમણે ગણેશજીની અદ્ભુત મૂર્તિ રચી હતી જે અવૉર્ડ-વિનિંગ રહી હતી.
રેતશિલ્પકાર સુદર્શન પટનાઈક
લેજન્ડરી બ્રિટિશ શિલ્પકાર ફ્રેડ ડૅરિંગટનના માનમાં દર વર્ષે વિશ્વભરમાંથી બેસ્ટ સૅન્ડ માસ્ટર અવૉર્ડ અપાય છે. આ વર્ષે ઇંગ્લૅન્ડમાં આ અવૉર્ડ સમારંભની ૧૦૦મી જયંતી હતી જેમાં ભારતના ઓડિશાના રેતશિલ્પકાર સુદર્શન પટનાઈકને ફ્રેડ ડૅરિંગટન સૅન્ડ માસ્ટર અવૉર્ડ મળ્યો હતો. આ સાથે સુદર્શન આ અવૉર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. સુદર્શન પટનાઈકે આ સ્પર્ધામાં ૧૦ ફુટની ગણેપતિબાપ્પાની મૂર્તિ બનાવી હતી. વિશ્વશાંતિની થીમ પર તેમણે ગણેશજીની અદ્ભુત મૂર્તિ રચી હતી જે અવૉર્ડ-વિનિંગ રહી હતી.

