સોશ્યલ મીડિયા પર આવા મેસેજિસ ફેલાવવાની સામે ચેતવણી આપતાં ઓડિશા પોલીસે જણાવ્યું હતું કે ‘અફવા ફેલાવીને સાંપ્રદાયિક તનાવ ક્રીએટ કરવાની કોશિશ કરી રહેલા લોકો વિરુદ્ધ આકરાં કાયદાકીય પગલાં લેવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
ઓડિશા પોલીસે બાલાસોર ટ્રેન-અકસ્માતને લઈને લોકોને અફવા ન ફેલાવવાની સલાહ આપી છે. નોંધપાત્ર છે કે કેટલાક લોકો આ દુર્ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ કરી રહ્યા છે. તેમના તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે દુર્ઘટનાના સ્થળની પાસે એક મસ્જિદ હતી. સોશ્યલ મીડિયા પર આવા મેસેજિસ ફેલાવવાની સામે ચેતવણી આપતાં ઓડિશા પોલીસે જણાવ્યું હતું કે ‘અફવા ફેલાવીને સાંપ્રદાયિક તનાવ ક્રીએટ કરવાની કોશિશ કરી રહેલા લોકો વિરુદ્ધ આકરાં કાયદાકીય પગલાં લેવામાં આવશે.’