બસોથી વધારે શહેરમાંથી પસાર થશે, સિંગલ ચાર્જમાં ૨૫૦ કિલોમીટરનું અંતર કાપે છે
ન્યુગો ઇલેક્ટ્રિક બસ
ગ્રીનસેલ મોબિલિટી નામની કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ન્યુગો ઇલેક્ટ્રિક બસે ૪ ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીરના જમ્મુથી કન્યાકુમારી સુધીની ૪૦૦૦ કિલોમીટર લાંબી બસ-જર્ની શરૂ કરી હતી અને નાગપુરથી કન્યાકુમારી સુધીના અભિયાનને શનિવારે નાગપુરમાં કેન્દ્રીય પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ બસને ફ્લૅગ-ઑફ કરી હતી. આ કંપની ટૂંકા અંતરના પ્રવાસ માટે ૧૦૦ શહેરોમાં એની ઇલેક્ટ્રિક બસ સર્વિસ પૂરી પાડે છે, પણ આટલો લાંબો પ્રવાસ પહેલી વાર ખેડી રહી છે. લાંબા અંતરમાં પણ ઇલેક્ટ્રિક બસ ચલાવી શકાય કે નહીં એની ચકાસણી પણ આ અભિયાન દ્વારા કરવામાં આવશે. આ બસ સિંગલ ચાર્જમાં ૨૫૦ કિલોમીટરનું અંતર કાપી શકે છે અને એ અભિયાન દરમ્યાન એ ૨૦૦થી વધારે શહેરમાંથી પસાર થશે અને દરિયાઈ સપાટીથી ૩૫૦૦ મીટર ઊંચાઈએથી દરિયાઈ સપાટી સુધીની સફર પૂર્ણ કરશે.

