અમને બજારના સહભાગીઓને એની જાણ કરતાં અત્યંત આનંદ થઈ રહ્યો છે કે એનએસઈએ ન્યુ યૉર્ક મર્કન્ટાઇલ એક્સચેન્જના ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ઑઇલ અને નૅચરલ ગૅસ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સ લૉન્ચ કર્યા છે, એમ એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઑફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ના ડેરિવેટિવ સેગમેન્ટમાં સોમવારથી ડબ્લ્યુટીઆઇ ક્રૂડ અને નૅચરલ ગૅસ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ લૉન્ચ કરવામાં આવ્યા હતા. અમને બજારના સહભાગીઓને એની જાણ કરતાં અત્યંત આનંદ થઈ રહ્યો છે કે એનએસઈએ ન્યુ યૉર્ક મર્કન્ટાઇલ એક્સચેન્જના ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ઑઇલ અને નૅચરલ ગૅસ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સ લૉન્ચ કર્યા છે, એમ એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઑફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું હતું.
રૂપિયામાં ટ્રેડ થઈ રહેલા આ બે કૉન્ટ્રૅક્ટ્સના લૉન્ચિંગ સાથે એનએસઈના એનર્જી પ્રોડક્ટ્સની શ્રેણીનો વિસ્તાર થયો છે. અમે આશા રાખીએ છીએ કે આ બે કૉન્ટ્રૅક્ટ્સ બજારના સહભાગીઓને તેમના ભાવના જોખમને અંકુશમાં રાખવા અને ટ્રેડિંગ હેતુઓ પૂરા કરવા માટેનો કાર્યક્ષમ વિકલ્પ પૂરો પાડશે, એમ તેમણે ઉમેર્યું હતું.