Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે ભારત બનાવશે દેશી બુલેટ ટ્રેન, સ્પીડ રહેશે ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાક

હવે ભારત બનાવશે દેશી બુલેટ ટ્રેન, સ્પીડ રહેશે ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાક

Published : 29 November, 2024 08:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશમાં હવે વંદે ભારત જેવી હાઈ સ્પીડ ટ્રેનો પાટા પર દોડવાની છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૨૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે એવી ઍરો ડાયનૅમિક દેશી બુલેટ ટ્રેનની ડિઝાઇન અને મૅન્યુફેક્ચરિંગ ભારતમાં કરવામાં આવી રહ્યાં છે. આ સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય સુધીર ગુપ્તા અને અનંત નાયક દ્વારા પૂછવામાં આવેલા એક લેખિત સવાલના જવાબમાં કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે ‘મેક ઇન ઇન્ડિયાની પહેલ હેઠળ વંદે ભારત ટ્રેનોની સફળતા બાદ ભારતીય રેલવેએ હવે હાઈ સ્પીડ ટ્રેનોની ડિઝાઇન અને મૅન્યુફૅક્ચરિંગ શરૂ કરી દીધાં છે. દેશમાં હવે વંદે ભારત જેવી હાઈ સ્પીડ ટ્રેનો પાટા પર દોડવાની છે. ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી (ICF) ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)ના સહયોગમાં હાઈ સ્પીડ ટ્રેન સેટની ડિઝાઇન અને એનું નિર્માણ કરી રહી છે. આ ટ્રેનોની હાઇએસ્ટ સ્પીડ ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાક, જ્યારે ઑપરેટિંગ સ્પીડ ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આમ ભારતના રેલવે-પ્રવાસીઓ હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચી શકશે.’


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2024 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK