દિલ્હી પોલીની EOWએ અભિનેત્રી નોરા ફતેહીની આશરે 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. હવે 12 સપટેમ્બરે જૅક્લીનને સવાલો કરવામાં આવશે.
નોરા ફતેહી
સુકેશ ચંદ્રશેખર 200 કરોડ વસુલી મામલે ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહી(Nora fatehi)ની ગત રોજ શુક્રવારે પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી પોલીની EOWએ અભિનેત્રીની આશરે 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. હવે 12 સપટેમ્બરે જૅક્લીનને સવાલો કરવામાં આવશે.
EOW એ સુકેશ ચંદ્રશેખર છેતરપિંડી કેસમાં અભિનેત્રી નોરા ફતેહીની 6 કલાક પૂછપરછ કરી હતી. ગઈ કાલે સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી નોરા મંદિર માર્ગ પર આર્થિક ગુના વિંગમાં હાજર રહી હતી. તેણે પોતાનું નિવેદન નોંધ્યું હતું. જો જરૂર પડશે તો નોરાને ફરીથી પૂછપરછ માટે બોલાવી શકાશે.
ADVERTISEMENT
સુકેશ ચંદશેખર અને ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહીની પણ ED દ્વારા મની લોન્ડરિંગના એંગલથી પૂછપરછ કરવામાં આવી હતી. આ તપાસ પણ EDની ચાર્જશીટનો એક ભાગ છે. EDએ સૌપ્રથમ નોરાનો પરિચય મેળવ્યો હતો. ત્યારબાદ EDએ પૂછ્યું હતું કે, શું તમે ક્યારેય એકબીજાને મળ્યા કે વાત કરી છે. આના પર નોરાનો જવાબ ના હતો, જ્યારે સુકેશનો જવાબ હા, હતો.
EDએ બંનેને પ્રશ્ન પૂછ્યો હતો - શું તમે 21 ડિસેમ્બર, 2020 પહેલા ક્યારેય એકબીજા સાથે વાત કરી છે. નોરાએ ના કહ્યું. સુકેશે કહ્યું- "મેં બે અઠવાડિયા પહેલા એક ઇવેન્ટ પહેલા વાત કરી હતી." ED નો આગળનો સવાલ નોરાને હતો કે, શું સુકેશે નોરાને કે તેના ફેમિલી ફ્રેન્ડ બોબી ખાનને BMW કાર ગિફ્ટ કરી હતી?
આના પર નોરાનો જવાબ હતો, "શરૂઆતમાં મને સુકેશ દ્વારા ઓફર કરવામાં આવી હતી, પછી મેં કહ્યું ઓકે, પરંતુ પછી મેં કહ્યું કે મને તેની જરૂર નથી. તેથી મેં બોબીને તેના વિશે જાણ કરી. આ અંગે બોબીએ સુકેશ સાથે વાત કરી હતી. મેં બોબીને કહ્યું કે જો તમને આ મોકો મળતો હોય તો કાર લઈ લે." સુકેશે આનો જવાબ આપ્યો, "મેં ફક્ત નોરાને આ BMW કાર ગિફ્ટ કરી હતી. નોરાએ BMW કાર પસંદ કરી હતી, તેને ફેમિલી ફ્રેન્ડ બોબી સાથે કોઈ લેવાદેવા નહોતી." આ સિવાય ઈડીએ નોરાને પૂછ્યું હતું કે શું તે બંને વચ્ચે મોંઘી ભેટની લેવડ-દેવડ થઈ છે, નોરાએ જવાબમાં ના કહ્યું હતું. જ્યારે કે સુકેશે જણાવ્યું કે તેણે નોરાને 4 મોંઘી બેગ અને કેટલાક પૈસા પણ આપ્યાં હતાં.
નોરાએ EDને કહ્યું હતું કે સુકેશે તેની સાથે પોતાને શેખર ગણાવી વાત કરી હતી. આ સાથે જ તે પોતાને LS કોર્પોરેશન સાથે જોડાયેલો ગણાવતો હતો.