થાણા સેક્ટર -20માં એક ન્યૂઝ ચેનલના અધિકારીએ રિપૉર્ટ નોંધાવ્યો છે કે અજાણ્યા બદમાશોએ તેમની કંપનીના ચીફ ફિનાન્સ ઑફિસરને એક ઈ-મેઈલના માધ્યમે બદમાશે દેશના વડાપ્રદાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સહિત અન્ય મહત્વપૂર્ણ લોકોની હત્યા કરવાની ધમકી આપી.
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સૂબાના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જીવલેણ ધમકી મળવાની ઘટનાઓ સામે આવી છે. આ મામલે નોએડા પોલીસે કેસ દાખલ કરીને શરૂઆતની તપાસ હાથ ધરી છે. થાણા સેક્ટર -20માં એક ન્યૂઝ ચેનલના અધિકારીએ રિપૉર્ટ નોંધાવ્યો છે કે અજાણ્યા બદમાશોએ તેમની કંપનીના ચીફ ફિનાન્સ ઑફિસરને એક ઈ-મેઈલ કર્યો અને ઇ-મેઈલના માધ્યમે બદમાશે દેશના વડાપ્રદાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સહિત અન્ય મહત્વપૂર્ણ લોકોની હત્યા કરવાની ધમકી આપી છે.
નોએડા પોલીસને મળી મહત્વની કડીઓ
ઘટનાનો રિપૉર્ટ દાખલ કરી પોલીસ કેસની તપાસ કરી રહી છે. નોએડા પોલીસને આ મામલે મહત્વની કડીઓ મળી છે. પોલીસ અધિકારીઓએ દાવો કર્યો છે કે આ મામલે ટૂંક સમયમાં જ ખુલાસા કરવામાં આવશે. પોલીસે કેટલાક લોકોને અટકમાં લઈને પૂછપરછ કરવાની શરૂ કરી દેવામાં આવી છે. સહાયક પોલીસ અઘિકારી રજનીશ વર્માએ જણાવ્યું કે સેક્ટર 16-એ સ્થિત એક ચેનલના મેનેજર વિજય કુમારે પોલીસની ફરિયાદ કરતા જણાવ્યું કે તેમની કંપનીના સીએફઓ કુશન ચક્રવર્તીને ઈ-મેઇલ મોકલીને અજ્ઞાત બદમાશોએ દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી સહિત અનેક મહત્વપૂર્ણ લોકોનો જીવ લેવાની ધમકી આપી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : મીડિયા સરકારનું સમર્થન કરે એ જરૂરી નથી, સ્વતંત્ર પ્રેસ જરૂરી, SCનો નિર્દેશ
દાવો કર્યો છે કે પોલીસ આ મામલે ખૂબ જ નજીક પહોંચી ગઈ છે, ટૂંક સમયમાં જ આનો ખુલાસો કરવામાં આવશે. પોલીસને શંકા છે કે કોઈ સાઈકો કે પ્રેમમાં નિષ્ફળ રહી ચૂકેલા વ્યક્તિએ આ પ્રકારનો મેઇલ કર્યો છે. પોલીસ બધા પહેલુઓને ધ્યાનમાં રાખીને કેસની તપાસ કરી રહી છે. આ મામલે પોલીસની ત્રણ ટીમ લગાડવામાં આવી છે. સાઈબર ટીમ પણ આ કેસ પર કામ કરી રહી છે.