કોઈને પણ ક્યારેય અને ક્યાંય વિરોધનો અધિકાર ન હોઈ શકે: સર્વોચ્ચ અદાલત
પ્રતીકાત્મક તસવીર
શાહીન બાગમાં સીએએના વિરોધમાં અગાઉના ચુકાદા પર પુન: વિચારણા કરવાની કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાં કહ્યું હતું કે કોઈને પણ ક્યારેય અને ક્યાંય પણ વિરોધ કરવાનો અધિકાર ન હોઈ શકે. શાહીન બાગમાં ઍન્ટિ સીએએ પ્રદર્શન દરમ્યાન સાર્વજનિક સ્થાનો પર કબજો કરાયો હતો, જે કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. વિરોધ કરી શકાય છે, પરંતુ લાંબા સમય સુધી વિરોધ કે અસંતોષની ઘટનામાં અન્યોના અધિકારો પર અસર પડે એ યોગ્ય નથી. જસ્ટિસ સંજય કિશન કૌલ, અનિરુદ્ધ બૉસ અને કિરના મુરારીની બેન્ચે કહ્યું હતું કે અમે સિવિલમાં આ અરજી પર વિચારણા કરી હતી, પરંતુ કોર્ટના આદેશમાં કોઈ ભૂલ નથી. હાલમાં જ એક આદેશ દ્વારા બેન્ચે જણાવ્યું હતું કે ‘અદાલતના આદેશ પર તેણે વિચાર કર્યો છે અને બંધારણીય યોજનાઓ વિરોધ તેમ જ અસંતોષ વ્યક્ત કરવાનો અધિકાર આપે છે, પરંતુ એમાં પણ કેટલાંક કર્તવ્યોનું પાલન કરવું આવશ્યક હોય છે.

