નીતિન ગડકરીએ શિલાજિતનું નામ લેવાની સાથે સભામાં હાજર લોકો હસી પડ્યા હતા.
નીતિન ગડકરી
ચંદ્રપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના લોકસભાના ઉમેદવાર સુધીર મુનગંટીવારના પ્રચાર માટે શનિવારે પાંઢરવડામાં આયોજિત સભામાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘તમે માત્ર એક વખત મુનગંટીવારને ચૂંટો, પછી જુઓ પાંચ વર્ષમાં કેવો કરન્ટ લાગે છે. તેમની પાછળ મોદીની તાકાત છે. મારી તાકાત ટ્રિપલ એન્જિન. એવું પાવરફુલ શિલાજિત આપીશ કે અહીં વિકાસનાં કામ એકદમ જોરમાં થશે. હું જે બોલું છું એ કરીને બતાવું છું.’ નીતિન ગડકરીએ શિલાજિતનું નામ લેવાની સાથે સભામાં હાજર લોકો હસી પડ્યા હતા.