ભગવાન શ્રીરામની આજે દેશભરમાં વિશેષ પૂજા કરવામાં આવશે.
News In Shorts
હૈદરાબાદમાં ગઈ કાલે રામ નવમી ઉત્સવની પૂર્વસંધ્યાએ એક વર્કશૉપની બહાર ભગવાન રામ અને સીતા તેમ જ અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓને ચોખ્ખી કરી રહેલી એક મહિલા વર્કર.
આજે શ્રીરામની થશે વિશેષ પૂજા
હૈદરાબાદમાં ગઈ કાલે રામ નવમી ઉત્સવની પૂર્વસંધ્યાએ એક વર્કશૉપની બહાર ભગવાન રામ અને સીતા તેમ જ અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓને ચોખ્ખી કરી રહેલી એક મહિલા વર્કર. ભગવાન શ્રીરામની આજે દેશભરમાં વિશેષ પૂજા કરવામાં આવશે.
ADVERTISEMENT
ઠંડીનો આતંક
કૅલિફૉર્નિયાના ટાઉન મેમૂથ લેક્સમાં મંગળવારે ઊંચાણવાળા વિસ્તારમાં ભારે બરફ પડ્યા બાદ બરફથી ઢંકાયેલા માર્ગ પરથી જઈ રહેલો વાહનચાલક. કૅલિફૉર્નિયામાં પર્વતીય મેમૂથ લેક્સમાં મંગળવારે ૨૮થી ૩૦ ઇંચ બરફ પડ્યો હતો. આ સીઝનમાં અત્યાર સુધીમાં ૬૯૫ ઇંચ બરફ પડ્યો છે. ઉત્તરીય કૅલિફૉર્નિયામાં ઇન્ટરસ્ટેટ ૮૦ના અમુક ભાગ તોફાન બાદ બંધ કરી દેવામાં આવ્યા છે.
નેતાઓ પૉલિટિક્સમાં ધર્મનો ઉપયોગ બંધ કરશે એટલે હેટ સ્પીચ અટકી જશેઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે હેટ સ્પીચને ગંભીરતાથી લઈને જણાવ્યું હતું કે જે ક્ષણે પૉલિટિક્સ અને ધર્મ અલગ થઈ જશે અને નેતાઓ પૉલિટિક્સમાં ધર્મનો ઉપયોગ બંધ કરી દેશે તો આવાં ભાષણો બંધ થઈ જશે. અદાલતે જણાવ્યું હતું કે તુચ્છ લોકો દ્વારા નફરત ફેલાવતાં ભાષણો આપવામાં આવી રહ્યાં છે ત્યારે લોકોએ સંયમ જાળવવો જોઈએ. જસ્ટિસ કે. એમ. જોસેફ અને બી. વી. નાગરત્નાની બેન્ચે ભૂતપૂર્વ વડા પ્રધાનો જવાહરલાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયીનાં ભાષણોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેમનાં ભાષણોને સાંભળવા માટે દૂર-દૂરથી લોકો એકત્ર થતા હતા. બેન્ચે સવાલ કર્યો કે ભારતના લોકો બીજા સમુદાયના લોકોનું અપમાન નહીં કરવાનો સંકલ્પ શા માટે લેતા નથી.