જબલપુરમાં હિન્દુ સેવા પરિષદે ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે અનોખી ગદા યાત્રા કાઢી હતી.
મધ્ય પ્રદેશના જબલપુરમાં હિન્દુ સેવા પરિષદે ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે અનોખી ગદા યાત્રા કાઢી હતી.
ગઈ કાલે મધ્ય પ્રદેશના જબલપુરમાં હિન્દુ સેવા પરિષદે ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે અનોખી ગદા યાત્રા કાઢી હતી.
મહિલાઓએ કર્યું સામૂહિક શ્રી રામ રક્ષાનું વાંચન
ADVERTISEMENT
નાગપુરમાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા પચીસ વર્ષથી રામથાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સમિતિએ ૩૦ માર્ચથી ૬ એપ્રિલ દરમ્યાન આ કથા રાખી છે જેમાં ગઈ કાલે કથાના બીજા દિવસે મહિલાઓએ સામૂહિક રીતે શ્રી રામ રક્ષાનું વાંચન કર્યું હતું.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન નોબેલ શાંતિ પુરસ્કાર માટે નૉમિનેટ
રાજકીય ઊથલપાથલ અને અશાંતિને કારણે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન નોબેલ નૉમિનેશનને કારણે ચર્ચામાં છે. પાકિસ્તાનમાં માનવાધિકાર અને લોકશાહીની રક્ષા માટે અવાજ ઉઠાવનાર ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના પ્રયાસના આધારે પાકિસ્તાન વર્લ્ડ અલાયન્સ (PWA)એ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નૉમિનેટ કર્યા છે. ઇમરાન અત્યારે જેલમાં બંધ છે. PWAની સ્થાપના ગયા વર્ષે ડિસેમ્બરમાં થઈ છે. આ સંગઠન નૉર્વેના) રાજકીય પક્ષ પાર્ટી સેન્ટ્રમ સાથે પણ જોડાયેલું છે.
રિઝર્વ બૅન્કનાં ૯૦ વર્ષની ઉજવણીના સમાપન કાર્યક્રમ માટે રાષ્ટ્રપતિ મુંબઈમાં
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને આજે ૯૦ વર્ષ થઈ રહ્યાં છે એ નિમિત્તે મુંબઈમાં આજે ઉજવણીના સમાપનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં સામેલ થવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈ કાલે મુંબઈ આવ્યાં હતાં ત્યારે તેમનું સ્વાગત રાજ્યપાલ સી. પી. રાધાક્રિષ્નન અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કર્યું હતું.

