CJI રંજન ગોગોઈ સામેનો યૌન શોષણનો મામલો સુપ્રીમ કોર્ટે કર્યો બંધ
ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ
સુપ્રીમ કોર્ટે ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને કથિત જાતીય સતામણીમાં ફસાવવા માટેના કેસને પડતો મૂક્યો છે. ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ વિરુદ્ધ આ ષડ્યંત્ર હોવાના રિપોર્ટને આધારે કેસમાં તપાસની પ્રક્રિયા બંધ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ભૂતપૂર્વ સીજેઆઇ રંજન ગોગોઈ વિરુદ્ધ આ એક ષડ્યંત્ર હોવાની સંભાવનાનો ઇનકાર કરી શકાય નહીં. આ પ્રકારના ષડ્યંત્રને જસ્ટિસ ગોગોઈના ચુકાદાઓ સાથે જોડી શકાય છે, જેમાં નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ પર તેમના વિચારો પણ સામેલ છે.
નોંધનીય છે કે ૨૦૧૯માં એક મહિલાએ ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરુદ્ધ જાતીય શોષણનો આક્ષેપ કર્યો હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે સુઓ મોટો હેઠળ તપાસ કરવા આદેશ આપ્યો હતો.

