કૃષિ આંદોલન બન્યું હાઈ-ટેક, બીજેપી સામે સોશ્યલ મીડિયા અટેક
સોનેપતમાં લંગરમાં સાથી ખેડૂતો માટે રોટલી શેકતા ખેડૂતો. (તસવીર : પી.ટી.આઈ)
દિલ્હીની સરહદો પર છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી પ્રદર્શન કરી રહેલા ખેડૂત પોતાની માગને લઈને પ્રદર્શન કરી રહ્યા છે. દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગઈ કાલે વડા પ્રધાન મોદીએ ગઈ કાલે મધ્ય પ્રદેશના ખેડૂતો સાથે વાત કરી હતી અને ખેડૂત આંદોલન અને એમએસપીને લઈને વાત કરી હતી. તેમણે ખેડૂતો સાથે વાત કરતા વિપક્ષ પર શાબ્દિક નિશાન સાધ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર ખેડૂત સુધારા બિલને લઈને જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે, હવે ખેડૂતો પણ પોતાની માગને લઈને આક્રમક બન્યા છે અને પોતાની માગને લઈને અડગ ઊભા છે.
કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને દેશના કેટલાક ભાગમાંથી સમર્થન મળી રહ્યું છે. હવે ખેડૂતોએ પોતાના અવાજને દેશ અને દુનિયામાં પહોંચાડવા માટે સોષ્યલ મીડિયાનો સહારો લીધો છે. આંદોલનમાં સામેલ યુવા ખેડૂતોએ કિસાન એકતા મોર્ચા નામથી સોશ્યલ મીડિયા અકાઉન્ટ બનાવ્યું છે જેના દ્વારા આંદોલનની જાણકારી શૅર કરવામાં આવી રહી છે. યુવા ખેડૂતોએ આંદોલનને લઈને પૂરી આઇટી સેલ તૈયાર કરી છે, જેના દ્વારા ફેસબુક, ટ્વિટર, યુ-ટ્યુબ, ઇંસ્ટાગ્રામ અને સ્નેપચેટ પર અકાઉન્ટ બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ અકાઉન્ટ દ્વારા આંદોલન સાથે જોડાયેલી લાઇવ અપડેટ્સ, માગ, વિડિયો અને અન્ય મેસેજ શૅર કરવામાં આવી રહ્યા છે. ૧૬ ડિસેમ્બરથી શરૂ થયેલા અકાઉન્ટને અત્યાર સુધી હજારોની સંખ્યામાં લોકો ફોલો કરી ચૂક્યા છે. આંદોલનમાં ભાગ લેવા પહોંચેલી અભિનેત્રી સ્વરા ભાસ્કરનો પણ એક વિડિયો ટ્વિટર અકાઉન્ટ પર નાખવામાં આવ્યો છે, જેમાં તે લોકોને સોશ્યલ મીડિયા પર ચાલી રહેલી મુહિમ સાથે જોડાવાની અપીલ કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીઅે વિડિયો કૉન્ફરન્સ દ્વારા મધ્ય પ્રદેશના ખેડૂતોને સંબોધન કર્યું. વડા પ્રધાને કહ્યું કે કેટલાક લોકો ખેડૂતોના ખભા પર રાખીને બંદૂક ચલાવી રહ્યા છે. કૃષિ સુધારણા પર જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. આજે ખેડૂતોના ખાતામાં કોઈ વચેટિયા વગર ૧૬૦૦ કરોડ જમા કરવામાં આવી રહ્યા છે. ટેક્નૉલૉજીને કારણે આ શક્ય બન્યું છે. ભારતે આ જે આધુનિક સિસ્ટમ બનાવી છે તેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. આજે અહીંના ઘણા ખેડૂતોને ક્રેડિટ કાર્ડ સોંપવામાં આવ્યાં છે. પહેલાં દરેકને તે મળતું નહોતું. અમારી સરકારે આ માટેના નિયમોમાં ફેરફાર કર્યા. હવે ખેડૂતોને ખેતી માટે જરૂરી મૂડી મળી રહી છે. ખેડૂતોને હવે લોન લેવાની મુક્તિ મળી છે. સમય આપણી રાહ જોતો નથી. ઝડપથી બદલાતા માહોલમાં ભારતનાં ખેડૂતો સુવિધાઓના અભાવને કારણે પાછળ રહી શકે છે, આ યોગ્ય નથી. ૨૫-૩૦ વર્ષ પહેલાં જે કામ થવું જોઈતું હતું તે હવે થઈ રહ્યું છે.
ટેકાના ભાવ હતા, છે અને રહેશે. - નરેન્દ્ર મોદી

