આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાડવાના જવાબમાં ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ આજે ગુરુવારે મંડી હાઉસમાં દિવાલ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ વિવાદિત પોસ્ટર મૂક્યા છે.
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (Delhi) ભાજપ અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) વચ્ચે પોસ્ટર વૉરનો દોર શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાડવાના જવાબમાં ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ આજે ગુરુવારે મંડી હાઉસમાં દિવાલ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ વિવાદિત પોસ્ટર મૂક્યા છે. મુખ્યમંત્રીને લઈને ચોંટાડવામાં આવેલા પોસ્ટર પર `અરવિંદ કેજરીવાલને ખસેડો દિલ્હી બચાવો` જેવા નારા લખ્યા છે.
આને લઈને મુખ્યમંત્રી કેજરીવાલે (Arvind Kejriwal) ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, "દિલ્હીમાં મારી વિરુદ્ધ આ લોકોએ પોસ્ટર લગાડ્યા છે. મને આના પર કોઈ વાંધો નથી. જનતંત્રમાં જનતાને પોતાના નેતા કે પક્ષની વિરુ્ધ પોતાના વિચાર રજૂ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. મારા વિરુદ્ધ પોસ્ટર લગાડનારાની ધરપકડ ન કરવામાં આવે."
ADVERTISEMENT
નોંધનીય છે કે આ પહેલા બુધવારે (22 માર્ચ)ના રાજધાનીમાં સાર્વજનિક જગ્યાઓ પર વડાપ્રધાન વિરુદ્ધ પોસ્ટર લગાડવા મામલે 36 તેમજ અન્ય ગેરકાયદેસર પોસ્ટર ચોંટાડવા મામલે દિલ્હી પોલીસે 114 એફઆઈઆર નોંધી છે. પોલીસે સોમવારે તેમજ મંગળવારે બે દિવસ સુધી આખી દિલ્હીમાં અભિયાન ચાલ્યો ગેરકાયદેસર પોસ્ટર ચોંટાડવા મામલે આ કાર્યવાહી કરી છે.
આ મામલે કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પ્રિન્ટિંગ પ્રેસના બે માલિક, મારુતિ વેનનો એક ડ્રાઈવર તેમજ પોસ્ટર ચોંટાડનારા ત્રણ કર્મચારી સામેલ છે. આમને થાણાંમાંથી જામીન પર છોડી પણ દેવામાં આવ્યા છે. પોલીસે ડફસમેન્ટ અધિનિયમ સિવાય પ્રેસ તેમજ રજિસ્ટ્રેશન ઑફ બુક્સ અધિનિયમ હેઠળ આ કાર્યવાહી કરી છે. વડાપ્રધાનને લઈને ચોંટાડવામાં આવેલા પોસ્ટ પર મોદી હટાઓ દેશ બચાઓના નારા લખેલા હતા.
પોસ્ટર ચોંટાડવાને લઈને 150 એફઆઈઆર દાખલ
પોલીસે એક રાજનૈતિક પાર્ટીના મુખ્યાલયમાંથી નીકળેલી મારુતિ વેનથી હજારોની સંખ્યામાં ગેરકાયદેસર પોસ્ટર જપ્ત કર્યા છે. સ્પેશિયલ અધિકારી કાયદા વ્યવસ્થા દીપેન્દ્ર પાઠકનું કહેવું છે કે આ પ્રકારની કાર્યવાહી દિલ્હી પોલીસ સમયાંતરે કરતી રહે છે. આગળ પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે. ગેરકાયદેસર પોસ્ટર ચોંટાડવાને લઈને કુલ 150 એફઆઈઆર નોંધવામાં આવી છે.
પોલીસે એક રાજનૈતિક પાર્ટીની ઑફિસમાંથી ગેરકાયદેસર પોસ્ટર લઈને રાજધાનીમાં સાર્વજનિક જગ્યાએ પર ચોંટાડવા માટે જતી એક મારુતિ વેન જપ્ત કરી લેવામાં આવી છે. વેનમાં હજારોની સંખ્યામાં પોસ્ટર મળ્યા છે. ઉક્ત પોસ્ટ પર ક્યાંય પણ પ્રિન્ટિંગ પ્રેસનું નામ લખ્યું નથી. તેમણે કહ્યું કે આર્થિક, વાણિજ્યિક, રાજનૈતિક, સામાજિક અથવા અન્ય કોઈપણ વિષયવસ્તુને લઈને કોઈપણ અધિનિયમ પરિભાષિક સાર્વજનિક સંપત્તિનું વિવરણ અટકાવવું દિલ્હી પોલીસની જવાબદારી બને છે.
અધિનિયમ પ્રમાણે દરેક પોસ્ટર, તેમજ બેનર પર મુદ્રકનું સ્પષ્ટ વિવરણ હોવું કાયદાકીય રીતે ફરજિયાત છે. એમ ન કરવા પર ડફસમેન્ટ અધિનિયમ સિવાય પ્રેસ તેમજ રજિસ્ટ્રેશન ઑફ બુક્સ અધિનિયમ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવાની જોગવાઈ છે. દાખલ કેસના તાર એક જ મુદ્રક, પ્રકાશક સાથે જોડાયેલા છે.
નફરત ફેલાવી રહી છે આપ- ભાજપ
દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે પ્રત્યેક રાજનૈતિક દળ પોતાનો પ્રચાર કરવા માટે સ્વતંત્ર છે, પણ તેમણે પોતાના અભિયાનને સાર્વજનિક રૂપે ચલાવવાનું સાહસ હોવું જોઈએ. આણ આદમી પાર્ટી (આપ) પડદા પાછળથી વડાપ્રધાન વિરુદ્ધ નફરત ફેલાવવાનું અભિયાન ચલાવે છે.
આ પણ વાંચો : સલમાન ખાનના જીવના જોખમ મામલે અપડેટ, મેઈલ ક્યાંથી આવ્યો તે અંગે મળી માહિતી
વડાપ્રધાન વિરુદ્ધ બેનર અને પોસ્ટર લગાડકા પહેલા આમ આદમી પાર્ટીએ જાણી લેવું જોઈએ કે નફરત ફેલાવનારા અભિયાન તે લોકોને જ એકલા પાડી દેશે. દેશવાસીઓનો વડાપ્રધાન પ્રત્યેનો પ્રેમ હજી વધી રહ્યો છે. અરુણાચલ પ્રદેશથી લઈને ગુજરાત અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આની ઝલક જોઈ શકાય છે.