હિન્દુ મહિલા પિતાના પરિવારને પોતાની સંપત્તિમા ઉત્તરાધિકારી બનાવી શકે:SC
પ્રતીકાત્મક તસવીર
સંપત્તિમાં વારસદારને દેશની સર્વોચ્ચ અદાલતે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે, જેમાં હિન્દુ મહિલાના પિતાની તરફથી આવતા લોકો તેમની સંપત્તિમાં વારસદાર ગણી શકાય છે. બીજી તરફ આ પરિજનોને પરિવારથી બહારની વ્યક્તિઓ તરીકે ગણી શકાય નહીં, તેઓ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમના કાર્યક્ષેત્ર હેઠળ આવશે અને સંપત્તિનો વારસદાર પણ ગણાશે.
સુપ્રીમ કોર્ટે પોતાના આ નિર્ણયમાં જણાવ્યું કે મહિલાના પિતાની તરફના કુટુંબીજનો હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ હેઠળ આવશે. જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે જણાવ્યું કે પિતાના ઉત્તરાધિકારીઓને વારસદાર માનવામાં આવ્યા છે જે સંપત્તિ મેળવનાર હકદાર છે, પરંતુ જ્યારે મહિલાના પિતાની તરફના કુટુંબીજનોને સામેલ કરવામાં આવવાના છે, જે સંપત્તિને પ્રાપ્ત કરી શકે છે. તો આ પરિસ્થિતિમાં એવું ન કહી શકાય કે તેઓ પરિવાર માટે અજાણ્યા લોકો છે અને મહિલાના પરિવારના સભ્યો નથી.

